31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : મોડાસા રેલવે બાયપાસ નજીક ક્રેટા કાર પલટી, એકનું મોત, કારમાં દારૂની પેટીઓની ચર્ચા


  • ક્રેટા કારમાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ ગાયબ થઇ ગઈ કે ગાયબ કરી દીધીની ચર્ચાએ જોર પકડ્યું
  • મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુન્હો નોંધાતા અનેક તર્ક વિતર્ક
  • જીલ્લા SP મનોહરસિંહ જાડેજા નેત્રમના કેમેરા અને અકસ્માત સ્થળના આજુબાજુના CCTV કેમેરા ચેક કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે
  • કાર ચાલકે પોલીસના ડરે ગફલત ભરી રીતે કાર હંકારતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવ્યો..!!

અરવલ્લી જીલ્લાની રાજસ્થાનને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો અને આંતર જીલ્લા સરહદોના માર્ગે બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને નશાયુક્ત પદાર્થો ગાંધીના ગુજરાતમાં ઠાલવી રહ્યા છે

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના બાયપાસ રેલ્વ ફાટક નજીક રાત્રીએ ક્રેટા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ધડકાભેર પલ્ટીઓ ખાઈ ખાડામાં ખબકતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા પોલીસ અને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પણ અકસ્માત સ્થળે પહોંચી હતી જોકે કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ક્રેટા કારમાં વિદેશી દારૂની પેટીઓ જેવું કઈ ભરેલું હોવાનું સ્થળ પર હાજર લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું મોડાસા ટાઉન પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસ ચોપડે વિદેશી દારૂનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં ન આવતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે મોડી રાત્રે મોડાસા સહયોગ બાયપાસ ચોકડી તરફથી પૂરપાટ ઝડપે આવતી ક્રેટા કારના ચાલકે અગમ્ય
કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી ખાડામાં ધડકાભેર ખબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો પણ ઉભા રહી ગયા હતા અકસ્માતની જાણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને થતા તાબડતોડ 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું મોડાસા ટાઉન પોલીસ સ્થળ પર દોડી આવી હતી મૃતક ની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અકસ્માત સ્થળ પર હાજર લોકોમાં ક્રેટા કારમાં રહેલી પેટીઓ પર પડતા કારમાં દારૂની પેટીઓ હોવાની ચર્ચાનો દોર ચાલ્યો હતો જોકે પોલીસ ચોપડે કારમાં અકસ્માતે મોતનો ગુન્હો નોંધાયો છે વિદેશી દારૂ કે અન્ય કોઈ પણ ચીજવસ્તુનો ઉલ્લેખ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું લોકમુખે ચર્ચા મુજબ કારમાં ભરેલો વિદેશી દારૂ પગ આવ્યા કે શું..?? દારૂનો જથ્થો પોલીસ સ્થળ પહોંચે તે પહેલા કોઈએ ગાયબ કરી દીધો કે પછી ગાયબ થઇ ગયો સહીત ચર્ચાએ શહેરમાં હડકંપ મચાવ્યો છે આ અંગે જીલ્લા પોલીસ વડા તપાસ કરાવે તો સામાન્ય પ્રજામાં પ્રવર્તતી માન્યતાનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!