33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મોડાસા : ટાઉન પોલીસે ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો,4 કસાઈઓને દબોચ્યા

મોડાસા : ટાઉન પોલીસે ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો,4 કસાઈઓને દબોચ્યા

0
37
  • ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ થતા લોકો સ્તબ્ધ, પોલીસ 12 ગૌવંશને બચાવી લેવામાં સફળ
  • કસાઈ આરીફ બેલીમ તેના ઘરમાં ભાડે માણસો રાખી ગૌવંશની હત્યાઓ કરી માંસનું વેચાણ કરતો હતો
  • કસાઈ આરીફ બેલીમ વોન્ટેડ

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરી કતલખાનામાં ધકેલતા કસાઈઓ સામે સખ્ત કાર્યવાહીના આદેશ આપતા મોડાસા ટાઉન પોલીસે બાતમીદારો સક્રિય કરી મોડાસા કસ્બાના મોગલવાડામાં
ઘરમાં ધમધમતા ગૌવંશનું કતલખાનું ઝડપી પાડી મુખ્ય સૂત્રધાર આરીફ બેલીમ સહીત ચાર કસાઈઓને દબોચી લઇ અન્ય સાત
કસાઈઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મોડાસા ટાઉન પીઆઇ ડી.બી. વાળા અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી બાતમીદાર સક્રિય કરતા કસ્બાના મોગલવાડા વિસ્તારમાં રહેતો આરીફ બેલીમ પીકઅપ ડાલામાં ગેરકાયદેસર રીતે ગૌ વંશ લાવી માણસો ભાડે રાખી ઘરમાં કતલખાનું ચલાવતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ ટીમ બાતમી આધારિત સ્થળે ત્રાટકી કતલખાના ના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠી હતી પોલીસ ત્રાટકતા
કસાઈઓમાં ભાગદોડ મચી હતી પોલીસે ઘરને કોર્ડન કરી લીધું હોવાથી 4 કસાઈઓ ઝડપાઈ ગયા હતા

પોલીસે આરીફ બેલીમાં ઘરમાં ધમધમતા ગૌવંશ કતલખાનામાં મરણતોલ હાલતમાં બાંધેલી 12 ગૌવંશ મોતના મુખમાંથી બચાવી લીધા હતા ફ્રિજમાં રાખેલ 250 કિલો ગૌવંશ માંસ અને કતલખાના ગૌવશ માટે ઉપયોગમાં લેવાતા છરા,ચપ્પા સહીત ચીજવસ્તુઓ, પીકઅપ ડાલુ જપ્ત કરી કસાઈ 1)લિયાકત હુસેન દિલાવરખાન બલોચ (રહે, સાહેઆલમ સોસાયટી,કસ્બા), 2)સદ્દામ અબ્દુલ રઉફ કુરેશી (રહે,સુકાબજાર), 3)અસ્ફાક હુસેન ઐયુબમિયાં જમાદાર (રહે,જમાદારની હવેલી, કસ્બા), 4)ઈરફાન ગુલામનબી બેલીમ (રહે, કસ્બા)ને દબોચી લઇ મુખ્ય સૂત્રધાર આરીફ બેલીમ સહીત 7 કસાઈઓ સામે પશુ અત્ય�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!