33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : બામણવાડ ગામમાંથી ઝોલાછાપ ડોક્ટરને ઝડપી પાડતી SOG પોલીસ

અરવલ્લી : બામણવાડ ગામમાંથી ઝોલાછાપ ડોક્ટરને ઝડપી પાડતી SOG પોલીસ

0
51

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી અસર કારક કામગીરી કરી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં કમ્પાઉન્ડરમાંથી પોતાને જાણે તબીબ સમજી બેઠા હોય તેમ ગેરકાયદેસર દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે જીલ્લા એસઓજી પોલીસે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બામણવાડ ગામમાં ઉંટવૈદ્યને દબોચી લઇ મોટી માત્રામાં એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લામાં અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે દવાખાના ખોલી બેઠેલા નકલી તબીબો સામે કાર્યવાહી કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે.SOG પીઆઇ એચ.પી. ગરાસિયા અને તેમની ટીમે ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી નકલી તબીબોને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા બામણવાડ ગામમાં અનિલ નવઘણ સરણીયા (રહે,જીવણપુર, મોડાસા) કોઈપણ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્યને ખતરા માં મૂકી એલોપેથીક દવાઓ કરતો હોવાની બાતમી મળતા રેડ કરી નકલી તબીબ અનિલ સરણીયાને ઝડપી પાડી તેની પાસેથી 10 હજાર થી વધુની એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરી બની બેઠેલા ઝોલાછાપ ઈસમને દબોચી લેતા બોગસ તબીબોમાં ફફદાટ ફેલાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!