29.3 C
Gujarat
Saturday, July 11, 2026
Home HeadLines અરવલ્લીમાં વાતાવરણમાં પલટો: માલપુર-મેઘરજમાં કમોસમી વરસાદ, ખેતીપાકને નુકસાનની ભીતિ

અરવલ્લીમાં વાતાવરણમાં પલટો: માલપુર-મેઘરજમાં કમોસમી વરસાદ, ખેતીપાકને નુકસાનની ભીતિ

0
66

અરવલ્લી જિલ્લા ના વાતાવરણમાં પલટો આવતા, ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું અને સવારના સમયે પવન પણ ફૂંકાતો રહ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે હવે માલપુર અને મેઘરજ તાલુકાના અનેક વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને મેઘરજના પહાડિયા અને રેલ્યો વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદથી ખેતરો ભીના બન્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mera Gujarat (@meragujarat)

માવઠાના કારણે ઘઉં અને બટાકા જેવા રવિ પાકમાં રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. જિલ્લામાં અંદાજે 80 હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરાયું હોવાથી જો આવું વાતાવરણ યથાવત્ રહે તો ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. હાલ ખેડૂતો ચિંતિત બની આકાશ તરફ નજર રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!