રોટરી ક્લબ સમગ્ર વિશ્વમાં સેવાકીય કર્યો માટે હંમેશા અગ્રેસર રહે છે રોટરી ક્લબ મોડાસા દ્વારા મોડાસા શહેરના અને જીલ્લાવાસીઓ માટે સંસ્કૃતિ પાર્ટી પ્લોટમાં ચાર અનંત સેવા મંદિરમાં પ્રથમ પ્રગરણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અસ્થિ બેંક,સંસ્કૃતિ હોલ,
અંતિમ વિસામો અને નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન માટે ભોજનાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્કૃતિ હોલ ખાતે શોકાતુર પરિવારો તદ્દન મફત શોક સભા અને બેસણું યોજવા માટે આહવાન કરવામાં આવ્યું હતું
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રોટરી મોડાસા ક્લબ દ્વારા અનેક લોક ઉપયોગી કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે સેવાના કાર્યમાં વધુ એક મોરપીંછ ઉમેરતા એક સાથે ચાર અનંત સેવા મંદિરમાં પ્રથમ પ્રગરણ અંતર્ગત સ્મશાનમાં અસ્થિ બેંકનું રોટરી ઇન્ટરનેશલના ડી.ગવર્નર નિગમ ચૌધરીના હસ્તે મોડાસા સ્મશાનમાં અસ્થિ બેંક ખુલ્લી મુકવામાં આવી હતી જેમાં એકઠા થયેલ સ્વજનોના અસ્થિ રોટરી ક્લબ ગંગા નદી કિનારે પધરાવવા માં આવશે.જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના હસ્તે રોટરી ભોજનાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં શહેરના નાગરિકો અને મુલાકાતીઓને નજીવા દરે શુદ્ધ અને સાત્વિક ભોજન પુરુ પાડવામાં આવશે.મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠના હસ્તે સંસ્કૃતિ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જયારે રોટરી ક્લબ મોડાસાના પ્રમુખ કમલેશ પટેલના હસ્તે શામળાજી રોડ પર રોટરી અંતિમ વિસામો
નું લોકર્પણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં જીલ્લા રજીસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણ, જીલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર,આ.ગવર્નર અમિત ભાવસાર,જીલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સના કનુભાઈ પટેલ,મોડાસા મહાજન મંડળના જયેશ દોશી,અને સહકારી જીનના ચેરમેન વિમલ પટેલ, શહેરના અગ્રણીઓ,વિવિધ સેવાકીય સંસ્થાઓના સદશ્યો અને રોટરી ક્લબના હોદેદ્દારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મોડાસા રોટરી કલબની ચાર અનંત સેવા મંદિરમાં પ્રથમ પગરણની ભારે સરાહના કરી હતી






