મોડાસાના શામપુરની સીમમાં આવેલા ડુંગર ઉપર થતાં ખનન દરમિયાન ધડાકા કરાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. શનિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નાના બાળકો પણ મમ્મી બીક લાગે છે મમ્મી બીક લાગે છે ની બૂમો પાડતાં સંભળાઈ રહ્યા છે.ગામની સીમમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદાસ્પદ રહેલા ખનન અંગે અગાઉ ગ્રામજએ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરી છે.
શામપુર ગામના ડુંગર ઉપર ખનીજ માફિયા દ્વારા ગેરકાયદે ધડાકા કરાતાં હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે ખનન દરમિયાન કરાતાં ધડાકાના કારણે હવામાં પ્રદૂષણ ફેલાતા તેની સીધી અસર ખેડૂતોના વાવણી કરેલ પાકો ઉપર પણ પડી રહી છે અને અગાઉ મકાનો ની દિવાલોમાં પણ તિરાડો પડતાં ગ્રામજનો એ તત્કાલીન કલેક્ટરને પણ રજૂઆત કરી હતી.






