ભગવાન બલરામ નિત્યાનંદ પ્રભુ તરીકે આશરે ૫૦૦ વર્ષ પૂર્વે પ્રગટ થયા હતા. તેમનો પાવન પ્રાગટ્ય દિવસ ઇસ્કોન મંદિર, મોડાસામાં ભક્તિભાવપૂર્વક અભિષેક, કીર્તન અને વ્યાખ્યાન સાથે ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે પરમ પૂજ્ય વેદ વ્યાસ પ્રિયા સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ચૈતન્ય મહાપ્રભુ તથા નિત્યાનંદ પ્રભુનો વૈદિક વિધિ મુજબ અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ ભક્તોને પણ અભિષેકમાં ભાગ લેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
કાર્યક્રમ અંતર્ગત ઓસ્ટ્રેલિયાથી પધારેલા કૌશલ્યાનંદન પ્રભુ દ્વારા પાંચ દિવસીય ભગવદ ગીતા જ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવા ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.પાંચ દિવસીય ભગવદ ગીતા જ્ઞાન શિબિરના અંતિમ દિવસે ભાગ લેનાર તમામ ભક્તોને ભગવદ ગીતા કોર્સનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તેમજ ભગવદ ગીતા સાથે સ્વામી મહારાજે આશીર્વાદ આપી જ્ઞાનાર્થી ભક્તોનું સન્માન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મનૉભીસ્ટમ પ્રભુ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર નિલેશ જોષી દ્વારા પરમ પૂજ્ય વેદ વ્યાસ પ્રિયાસ્વામી મહારાજ તેમજ ઓસ્ટ્રેલિયાથી આવેલા કૌશલ્યાનંદન પ્રભુએ મોડાસાની યુવા ભક્તોને આપેલા આધ્યાત્મિક જ્ઞાન બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






