29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મેઢાસણ ગ્રામ પંચાયતનું મકાન અદ્યતન બનશે, ખાતમુહૂર્ત કરાયું, નેત્ર નિદાન...

અરવલ્લી : મેઢાસણ ગ્રામ પંચાયતનું મકાન અદ્યતન બનશે, ખાતમુહૂર્ત કરાયું, નેત્ર નિદાન કેમ્પ યોજાયો

0
37

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમુહૂર્ત શુક્રવારે કર્યા હતા મોડાસા તાલુકાના મેઢાસણ ગામનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું જેના ભાગરૂપ મેઢાસણ ગ્રામ પંચાયતનું બાંધકામનું ખાતમૂહર્ત અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાતમુહર્તના અગાઉ દિવસે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો

મેઢાસણ ગ્રામ પંચાયતના નવીન પંચયાતના મકાનનું બાંધકામ માટેનું ખાતમુહૂર્ત સરપંચ મુકેશભાઈ રાઠોડ અને તેમના પત્ની હીનાબેન રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે પૂર્વ સરપંચ જગદીશભાઈ.ડી.પટેલ,ઇજુબેન.એલ પટેલ,જગદીશભાઈ દયાળજી ભાઈ પટેલ,મેઢાસણ કેળવણી મંડળના કારોબારી સદસ્યો હીરાભાઈ.એસ.પટેલ,રાજેન્દ્રસિંહ જોધ્ધા,ઉપ સરપંચ રાકેશભાઈ.પી.પટેલ,ગ્રામ પંચયાત સદસ્ય પ્રકાશભાઈ ભોઈ , કૈલાશબેન વાળંદ,રમેશજી મગાજી રાઠોડ,જુજારજી દાનાજી તરાર ગ્રામ પંચયાત તલાટી નાગેન્દ્રસિંહ.એલ.બિહોલા, સ્ટાફ કર્મી દિનેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

મેઢાસણ ગ્રામ પંચાયતમાં જલારામ હોસ્પિટલ મેઘરજ, બોલુન્દ્રા આશ્રમના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાવામાં આવ્યો હતો મફત નેત્ર નિદાન કેમ્પનો 192 દર્દીઓએ લાભ લીધો હતો 12 દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન જલારામ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા 243 ચશ્માં મફત વિતરણ કરવામાં આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!