29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : યમદૂતરૂપી કારે બાઇકને અડફેટે લેતા બે યુવકના ઘટનાસ્થળે મોત,ભિલોડાના ધોલવાણી...

અરવલ્લી : યમદૂતરૂપી કારે બાઇકને અડફેટે લેતા બે યુવકના ઘટનાસ્થળે મોત,ભિલોડાના ધોલવાણી નજીક અકસ્માત

0
63

અરવલ્લી જીલ્લાના ભિલોડાના ધોલવાણી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ધોલવાણી નજીક એક પેટ્રોલપંપ બાજુ થી કાર ચાલકે રોડ પર હંકારી મૂકી સામેથી પલ્સર બાઇકને અડફેટે લેતા બાઈક રિક્ષા સાથે ભટકાતા બાઈક સવાર બે યુવકો રોડ પર પટકાતા ઘટનાસ્થળે પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું બે આશાસ્પદ યુવાનોના મોતથી સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું ભિલોડા પોલીસે મૃતકોની લાશને પીએમ માટે ખસેડી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

ભિલોડાના ઓડ ગામનો બાદલ હરીશભાઈ અસારી તેના મિત્ર સાથે પલ્સર બાઈક પર કામકાજ અર્થે નીકળ્યા હતા ભિલોડા
ધોલવાણી નજીક આવેલા મણીબા પેટ્રોલપંપ બાજુથી આવતી કારે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી રોડ ક્રોસ કરવાની લાહ્યમાં રોડ પરથી પસાર થતી પલ્સર બાઇકને ધડાકાભેર ટક્કર મારતા પલ્સર સામેથી આવતી સીએનજી રિક્ષા સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો પલ્સર બાઈક ચાલક બાદલ અસારી અને પાછળ બેઠેલ રાજ ઝાકીભાઈ બંગા (રહે,નાના ડોડીસરા) નામના બંને મિત્રોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માત સર્જાતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ભિલોડા પોલીસ સ્થળ પર પહોંચી બંને યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બંને મૃતક યુવકોના પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું

ભિલોડા પોલીસે ઓડ ગામના હરીશભાઈ મણીભાઈ અસારી ની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!