Some Populer Post

  • Home  
  • સાબરકાંઠા : હિંમતનગરના રાયગઢમાં શિવરાત્રીની તૈયારીઓ, 25 ફૂટ ઊંચા મહાકાલની પ્રતિમા ખુલ્લી મુકાશે
- ધર્મ / જ્યોતિષ

સાબરકાંઠા : હિંમતનગરના રાયગઢમાં શિવરાત્રીની તૈયારીઓ, 25 ફૂટ ઊંચા મહાકાલની પ્રતિમા ખુલ્લી મુકાશે

[…]

WhatsApp Image 2026 02 10 at 5.55.47 AM

શિવરાત્રી ના તહેવારને લઈ અનેક શિવ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વૈજનાથ મહાદેવ ના મંદિર પ્રાંગણમાં ૨૫ ફુટ ઉંચી મહા કાલ અને અનોખી ગુફાનુ નિર્માણ કરાયુ છે તો સાથે સાથે દશાવતાર અને દેવી દેવતાની પ્રતિમા પણ મુકાશે જે શિવરાત્રિ ના રોજ ખુલ્લુ મુકાશે…

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના રાયગઢ ગામે પ્રતાપ સાગર ની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવ ના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિધ શિવલિંગ નુ નિર્માણ કરવામાં આવતુ હોય છે ત્યારે આ મહાશિવરાત્રીએ ૨૫ ફુટ ઉંચી મહાકાલની પ્રતિમાનુ ગામના યુવાનો અને કારીઘરો દ્રારા તૈયાર કરવામાં આવી રહ્યુ છે જે શિવરાત્રીના દિવસે વહેલી સવાર થી જ દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવશે અને અહિ વિષ્ણુના દશાવતાર સાથે વિવિધ દેવી દેવતા અને વિવિધ શિવ સ્વરૂપ પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા છે… તો ગુફા બનાવવા માટે ૨૩ હજાર કિલો પીઓપી, ૨૫ થી ૩૦ મીટર કન્તાન અને બાંબુ વાંસ સહિત વિવિધ કલર અને માટીનો ઉપયોગ કરી આબેહુબ ગુફા નુ પણ નિર્માણ કરાયું છે અને આ ગુફામાં વિવિધ દેવી દેવતાના દર્શન ભક્તોને થશે… દર વર્ષની જે આ વખતે પણ એક અનોખી રીતે વૈજનાથ યુવક મંડળ દ્રારા આયોજન કરવામાં આવ્યુ છે કુદરતી ગુફા જેવુ જ વાતાવરણ મંદિર ના પ્રાંગણમાં ઉભુ કર્યુ છે જેને લઈને ભક્તોને અનોખો લાભ મળી શકે..

દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બાબા બર્ફાની અને અમરનાથ તો આ વખતે મહાકાલની પ્રતિમા અને સાથે અનોખી ગુફા બનાવાઈ છે… છેલ્લા બે માસ થી આ ગુફા અને મહાકાલની પ્રતિમા બનાવવામાં આવી રહી છે તો સાથે ચણાના લોટ થી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લુ મુકવામાં આવશે… ખાસ કરીને ભક્તો ને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્રારા આયોજન કરવામાં આવ્યુ છે સાથે રાત્રી દરમિયાન મહા આરતી અને મહાકાલની પ્રતિમા પર લાઈટ શો પણ કરવામાં આવશે સાથે ભક્તો માટે ફલાહાર નુ આયોજન પણ યુવાનો દ્રારા કરવામાં આવ્યુ છે…

આમ તો વૈજનાથ મહાદેવ ના મંદિરે માત્ર શિવરાત્રિ જ નહિ પરંતુ વર્ષના ૩૬૫ દિવસ ભક્તોનો ઘસારો રહેતો હોય છે પરંતુ આ વખતે અલગ જ પ્રકારના ૨૫ ફુટ ના મહાકાલ, દેવી દેવતા અને શિવના અનેક સ્વરૂપોના દર્શન કરવાનો પણ લ્હાવો મળશે..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page