Some Populer Post

  • Home  
  • અરવલ્લી જિલ્લામાં નકલી દુધની બોલબાલા વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર કાગળ પર !!! લોકોના આરોગ્યની ચિંતા કરનાર કોઈ ખરૂ ?
- ગુજરાત

અરવલ્લી જિલ્લામાં નકલી દુધની બોલબાલા વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માત્ર કાગળ પર !!! લોકોના આરોગ્યની ચિંતા કરનાર કોઈ ખરૂ ?

[…]

WhatsApp Image 2026 03 05 at 2.19.33 AM

આટલા મોંઘા દુધ વચ્ચે સસ્તી મીઠાઈ કેવી રીતે પોસાય, લોકોના આરોગ્યની ચિંતા નથી કરતા ફૂડ વિભાગના સરકારી નોકર
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સરકારી નોકરો હવે ક્યારે જાગશે?
દુધથી બનતી મીઠાઈ ખરેખર ખાવા લાયક હોય છે કે પછી ?
તપાસ કરવા તો મન થાય તો જવાનું બાકી….

અરવલ્લી જિલ્લાની સ્થાપનાને દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પ્રજાના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હજુ સુધી યોગ્ય રીતે કાર્યરત નથી. સરકારી નોંધોમાં અરવલ્લી માટેની કચેરી ૯ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થઈ હોવાનું દર્શાવાય છે, પરંતુ સ્થળ પરની હકીકત અલગ જ જોવા મળી રહી છે. કચેરીના દરવાજા પર તાળાં લટકતા જોવા મળે છે અને ત્યાં કોઈ બોર્ડ કે સ્ટાફની હાજરી પણ નજરે પડતી નથી.

આ બાબત ત્યારે સામે આવી જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ અને યુવા કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ ડામોર સહિતના આગેવાનો કચેરીની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા. આગેવાનોના જણાવ્યા મુજબ મુલાકાત દરમિયાન કચેરી બંધ હાલતમાં જોવા મળી હતી અને અંદર કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે અરવલ્લી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી નકલી દૂધ, પનીર સહિતના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના જથ્થા મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા ગંભીર મુદ્દાઓ વચ્ચે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી બંધ જોવા મળતા પ્રજામાં આશ્ચર્ય અને રોષની લાગણી જોવા મળી રહી છે.

આગેવાનોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લાને હજુ સુધી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માટે સ્વતંત્ર મહેકમ ફાળવવામાં આવ્યું નથી અને સમગ્ર વહીવટ સાબરકાંઠા જિલ્લાથી સંચાલિત થાય છે. જોકે ત્યાં પણ સ્ટાફની અછત હોવાનું કહેવામાં આવે છે. સાબરકાંઠા વિભાગમાં મદદનીશ કમિશનરની જગ્યા ૩૧ જાન્યુઆરી ૨૦૨૬થી ખાલી હોવાનું જણાવાયું છે. વિભાગની વિગતો મુજબ ફૂડ ઇન્સ્પેક્ટરોની મંજૂર ૮ જગ્યાઓમાંથી માત્ર ૩ જ ભરાયેલી છે, જ્યારે ૫ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. વહીવટી સ્ટાફમાં પણ સિનિયર અને જુનિયર ક્લાર્ક સહિત કેટલીક જગ્યાઓ ખાલી હોવાથી કામગીરી પ્રભાવિત થતી હોવાનું કહેવામાં આવે છે.

કોંગ્રેસ પક્ષે આ મુદ્દે સરકાર અને તંત્ર સામે આક્ષેપ કરતાં જણાવ્યું કે અનેક વખત રજૂઆતો કરવા છતાં અરવલ્લી જિલ્લામાં પૂરતા સ્ટાફ સાથે સ્વતંત્ર કચેરી કાર્યરત કરવામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે ભેળસેળિયા તત્વોને જાણે મોકળું મેદાન મળી રહ્યું હોવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page