28 C
Gujarat
Wednesday, August 12, 2026
Home HeadLines નમો સ્વચ્છતા અભિયાન 7 દિવસનું નથી : CM, સરકારી કચેરીઓમાં હવે સફાઈ...

નમો સ્વચ્છતા અભિયાન 7 દિવસનું નથી : CM, સરકારી કચેરીઓમાં હવે સફાઈ થશે કે પછી…..

0
77

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 જુલાઈના રોજ નમો સ્વચ્છતા અભિયાનનો ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ના આ કાર્યક્રમને રાજ્યના વિવિધ વિસ્તારોમાં લાઈવ પ્રાસરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, આ એક મહા અભિયાન છે, માત્ર સાત દિવસ પૂરતો કાર્યક્રમ નથી. સ્વચ્છતા સૌલોકોને ગમે છે, માટે તેને રોજિંદા જીવનમાં આપણે અપનાવવું જોઈએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું કે, આ અભિયાન આપણે સાત દિવસ કરીને છૂટી જવા નથી માંગતા. આ સાત દિવસોમાં અધિકારીઓ પોતાના વિભાગમાં ફર્નિચર, પરિસર તેમજ અન્ય જગ્યાઓ પર યોગ્ય રીતે સાફ-સફાઈ કરી શકે. જુના વાહનો તેમજ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો નિકાલ કરી શકે. ડેડ થયેલા વાહનો કે અન્ય ચીજવસ્તુઓ નો નિકાલ થાય, તો તે જગ્યા સ્વચ્છ દેખાય.

તેમણે વધુમાં ઉમેરતા જણાવ્યું કે, નમો સ્વચ્છતા અભિયાન રોજે-રોજ ચાલવું જોઈએ. જે-તે વિભાગના હેડ હોય, તેમણે પોતે જ ધ્યાન રાખવું પડશે. જો કોઈ કર્મચારીને ગંદકી દેખાય તો ઉપલા અધિકારીને ધ્યાન દોરવું જોઈએ, જેથી તેનો નિકાલ કરી શકાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા ને લઇને ખૂબ જ ગંભીરતાથી પોતાની વાત કરી હતી. જોકે હવે અધિકારીઓ કેવી રીતે અમલ કરે છે, તે જોવું રહ્યું.

 

View this post on Instagram

 

A post shared by Mera Gujarat (@meragujarat)

અરવલ્લી જિલ્લાની વિવિધ કચેરીઓમાં પણ સ્વચ્છતાના નામે લીરેલીરે ઉડતા જોવા મળે છે. અધિકારીઓને ચેમ્બર બહાર જ પાનની પીચકારીઓ હોય છે. એટલું જ નહીં. કેટલાક વિભાગોમાં તો સાફ-સફાઈના નામે માત્ર તાયફા થતાં હોય છે. જિલ્લા સેવા સદનના શૌચાલયોની દશા પણ જોવા જેવી છે. ઉચ્ચ અધિકારીઓના પોતાના શૈચાલય અને જાહેર અરજદારોના શૌચાલયોની હાલત જોવા જેવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!