27.3 C
Gujarat
Wednesday, July 22, 2026
Home HeadLines અરવલ્લી જીલ્લામાં લાંબા વિરામ પછી મેઘરાજાનું આગમન : શામળાજી,મોડાસા અને મેઘરજમાં...

અરવલ્લી જીલ્લામાં લાંબા વિરામ પછી મેઘરાજાનું આગમન : શામળાજી,મોડાસા અને મેઘરજમાં વરસાદી માહોલ

0
65

ગુજરાતમાં ચોમાસાની સિઝન ધીમેધીમે જામી રહી છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસામણા લીધા હોય તેમ વરસાદના કોઈ અણસાર જણાતા ચિંતાનું વાતાવરણ ઊભો થયું હતું જોકે વરસાદી બે સિસ્ટમ સક્રિય થતા અરવલ્લી જીલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાનું ધીમીધારે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

અરવલ્લી જીલ્લાના શામળાજી,મોડાસા અને મેઘરજ પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાનું કડાકા ભડાકા સાથે આગમન થતા જગતના તાતે હાશકારો અનુભવ્યો હતો અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સાથે વરસાદ રૂપી અમી છાંટણા થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારા સામે આંશિક રાહત પ્રજાજનોએ અનુભવી હતી

વરસાદ ખેંચાતા ખેતી અને પાણી પર સૌથી વધુ નિર્ભર રહેતા ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે મોટા ભાગના વિસ્તારોમાં વાવેતરની તૈયારીઓ છતાં વાવણી લાયક વરસાદ વરસ્યો નથી અને આગોતરું વાવેતર કરનાર ખેડૂતોના બિયારણ પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ પેદા થઈ છે હવામાન વિભાગે ગુરુવારે અને શુક્રવારે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અરવલ્લી જીલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો જોકે ખેડૂતો ખેતી લાયક વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!