29.3 C
Gujarat
Wednesday, July 22, 2026
Home રાષ્ટ્રીય દિલ્હી, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદની...

દિલ્હી, પંજાબ સહિત અનેક રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી

0
76

નવી દિલ્હી: દેશભરમાં ચોમાસું હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના બાકીના વિસ્તારોને આવરી લેશે.

આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન કર્ણાટક, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, કેરળ અને પૂર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓના જળસ્તરમાં વધારો અને સ્થાનિક સ્તરે અવરજવરમાં વિક્ષેપ સર્જાઈ શકે છે. તેથી સંબંધિત રાજ્યોના વહીવટી તંત્રને સતર્ક રહેવા તેમજ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

વરસાદનું જોર વધતા દેશના અનેક વિસ્તારોમાં ગરમીથી રાહત મળશે, પરંતુ ભારે વરસાદને કારણે પૂર અને જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે તકેદારી રાખવાની જરૂર રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!