Some Populer Post

  • Home  
  • મોડાસામાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો પર્દાફાશ કરી અરવલ્લી SOG, આશીયાના સોસાયટીમાં ઘરેથી ગેસ ટ્રાન્સફર કરતો ઇસમ ઝડપાયો
- ક્રાઇમ - ગુજરાત

મોડાસામાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો પર્દાફાશ કરી અરવલ્લી SOG, આશીયાના સોસાયટીમાં ઘરેથી ગેસ ટ્રાન્સફર કરતો ઇસમ ઝડપાયો

[…]

Gas

મોડાસા શહેરમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય તેવી ગેરકાયદેસર ગેસ રીફિલિંગની પ્રવૃત્તિ સામે અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મોડાસા ડુગરવાડા રોડ પર આવેલી આશીયાના સોસાયટીમાંથી અનઅધિકૃત રીતે ગેસની બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગેસની બે બોટલ અને ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરાતી એક મોટર સહિત કુલ રૂ. ૮,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં લોકોની જિંદગી જોખમાય તે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ્પેક્ટર એ.એચ. રાઠોડ તથા એસ.ઓ.જી. સ્ટાફ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર મારફતે માહિતી મળી કે મોડાસા ડુગરવાડા રોડ ઉપર આવેલી આશીયાના સોસાયટીમાં રહેતા એક ઇસમ પોતાના ઘરે કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી વ્યવસ્થા વગર ગેસની બોટલોમાંથી ગેસ ટ્રાન્સફર કરીને ગેરકાયદેસર રીફિલિંગ કરે છે.

બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એક ઇસમ ગેસની એક બોટલમાંથી બીજી બોટલમાં ગેસ ટ્રાન્સફર કરતા સાબીરહુસેન મુસાભાઈ સુથાર રહે. આશીયાના સોસાયટી, ડુગરવાડા રોડ, મોડાસા જી. અરવલ્લી ને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી ગેસની બે બોટલ અને ગેસ ટ્રાન્સફર કરવાની એક મોટર મળી કુલ રૂ. ૮,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી પાસે ગેસ રીફિલિંગ માટેનો કોઈ પરવાનો માંગતા તેણે કોઈ પણ પ્રકારનો પરવાનો ન હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૮૭, ૨૮૮ અને ૧૨૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page