Some Populer Post

  • Home  
  • ભીલોડા બજારમાં શંકાસ્પદ ખાદ્ય તેલના જથ્થા પર અરવલ્લી SOG નો દરોડો, શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો પકડ્યો
- ક્રાઇમ - ગુજરાત

ભીલોડા બજારમાં શંકાસ્પદ ખાદ્ય તેલના જથ્થા પર અરવલ્લી SOG નો દરોડો, શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો પકડ્યો

[…]

WhatsApp Image 2026 03 15 at 7.50.20 PM

વિજય સેલ્સમાંથી મસ્ટર્ડ, સોયાબીન અને સિંગતેલના સેમ્પલ લેવામાં આવ્યા, ખોરાક-ઔષધ તંત્રની કાર્યવાહી

અરવલ્લી જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરતા અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ ટીમે ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપી લીધો છે. ભીલોડા બજારમાં આવેલી એક પેઢીમાં મસ્ટર્ડ ઓઇલ, સોયાબીન ઓઇલ તથા સિંગતેલનો શંકાસ્પદ જથ્થો મળી આવતા ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા ઇસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસીયાની સૂચના મુજબ એસ.ઓ.જી. સ્ટાફ ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે ભીલોડા બજારમાં આવેલી વિજય સેલ્સ (મેઘાણી પ્રેમચંદ પરશુમલ) ની પેઢીમાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવે છે. બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અરવલ્લી-મોડાસાની ટીમ સાથે મળીને બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પેઢીમાંથી મસ્ટર્ડ ઓઇલ, સોયાબીન ઓઇલ તથા સિંગતેલ સહિત ખાદ્ય તેલનો મોટા પ્રમાણમાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા તેલના જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page