Some Populer Post

  • Home  
  • અરવલ્લી : જિલ્લા પંચાયત ની એક શાખામાં દોઢ કરોડની ગ્રાન્ટનો ‘જાદુઈ ફોર્મ્યુલા’! ટેન્ડરથી બચવા તાલુકા કક્ષાએ વહેંચણી કરી ખરીદી?
- Top News

અરવલ્લી : જિલ્લા પંચાયત ની એક શાખામાં દોઢ કરોડની ગ્રાન્ટનો ‘જાદુઈ ફોર્મ્યુલા’! ટેન્ડરથી બચવા તાલુકા કક્ષાએ વહેંચણી કરી ખરીદી?

[…]

IMG 20260316 WA0429 3 e1773715782483

અરવલ્લી જિલ્લા પંચાયતની એક શાખામાં હાલમાં દોઢ કરોડ જેટલી ગ્રાન્ટના ઉપયોગને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. કચેરીના વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો આ સંપૂર્ણ રકમ એકસાથે ખર્ચવામાં આવતી તો નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવી ફરજિયાત બનતી. પરંતુ કહેવાય છે કે ‘બુદ્ધિશાળી’ અધિકારીઓએ ટેન્ડરની ઝંઝટ ટાળવા માટે એક નવો જ ફોર્મ્યુલા અપનાવ્યો.

ચર્ચા મુજબ અંદાજે દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ તાલુકા કક્ષાની કચેરીઓમાં વહેંચણી કરી દેવામાં આવી અને પછી ત્યાંથી સીધી ખરીદી કરવામાં આવી હોવાની વાતો બહાર આવી રહી છે. એટલે કે એકસાથે ટેન્ડર કરવાની ફરજ ન પડે તે માટે રકમને ભાગોમાં વહેંચી દેવાનો ‘ઉપાય’ શોધવામાં આવ્યો હોવાનો સંકેત આપવામાં આવી રહ્યો છે. જેથી નીચેની કચેરી ના અધિકારીઓ તેમની રીતે સીધી જ ખરીદી કરી શકે અને લગભગ ખરીદી પણ પૂર્ણ કરી દેવાઈ હોવાની પણ ચર્ચાનો દોર શરૂ થયો છે.

આ બાબતને લઈને સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. જો આખી ગ્રાન્ટ એકસાથે વપરાય તો ટેન્ડર ફરજિયાત બને, પરંતુ ભાગે ભાગે ખર્ચ કરવાથી શું નિયમો બાજુએ મૂકી શકાય? કે પછી આ બધું માત્ર કાગળ પરનું ગણિત છે? અરવલ્લી જિલ્લા પંચાયતના ગલિયારામાં તો વ્યંગ સાથે ચર્ચા ચાલી રહી છે કે ‘નિયમોનું પણ મેનેજમેન્ટ થઈ શકે છે, બસ ગણિત સાચું આવડવું જોઈએ!’ જોકે હકીકતમાં શું થયું છે અને ખરીદી કેવી રીતે કરવામાં આવી તે હજી તપાસનો વિષય છે.

હાલ આ સમગ્ર મામલે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ કચેરીમાં ઉઠેલી ચર્ચાઓએ વહીવટી તંત્ર સામે પારદર્શકતા અંગે સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું રહ્યું કે આ દોઢ કરોડની ખરીદી પાછળનું ગણિત શું છે અને જવાબદારો તેની સ્પષ્ટતા ક્યારે આપે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

We are Mera Gujarat News. Focused on authentic Gujarati News.

Email Us: info@MeraGujarat.com

Contact: +91 99792 04034

News | Art | Literature | Health

Quality NEWS – Alwyes.

MeraGujarat @2026. All Rights Reserved. | Designed by MediaHives.com

You cannot copy content of this page