રાજ્યમાં શિક્ષણની કામગીરી પર સવાલો ઉઠતાં હોય, તેવા વીડિયો છાશવારે વાયરલ થતાં હોય છે. કેટલીકવાર શાળામાં બાળકો પાસે શિક્ષણને ન શોભે તેવા કામ, શિક્ષકોની ગેરહાજરી, વિદ્યાર્થીને માર મારવાની ઘટના વગેરે… જોકે આ તમામ પાસાઓ પર ગંભીરતાથી કાર્યવાહી થાય છે કે, નહીં તે સવાલો ચોક્કસથી ઉઠતાં હોય છે. આવો જ એક વીડિયો વાયરલ અરવલ્લી જિલ્લામાં થયો છે, જે વીડિયો જોતા અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પર સવાલો ઊભા કરે છે.
સાઠંબા તાલુકાના અજબપુરા પ્રાથમિક શાળાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં જગૃત નાગરિક ત્યાંથી પસાર થતાં હતા, ત્યારે બાળકોને શાળાની દિવાલો પર ચઢતાં અને ઉતરતાં જોયા. જાગૃત નાગરિકે બાળકોને પૂછ્યું કે, સાહેબ ક્યાં છે ? તો બાળકોએ જવાબ આપ્યો કે, સાહેબ તો સાઠંબા ચા પીવા ગયા છે. નાગરિકે ફરી સવાલ કર્યો કે, સાહેબ રોજ સાઠંબા ચા પીવા જાય છે ? તો બાળકોએ કહ્યું કે, હા….
બાળકો આ સમય દરમિયાન ઝાડ પર ચઢતાં હતા, અને કેટલાક બાળકો વર્ગખંડની બહાર રમતાં હતા. બાળકો રમે તેમાં કંઈ જ વાંધો નથી, પરંતુ જો કોઈ બાળકને વાગે, પડી જાય તો જવાબદારી કોની? ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લાલિયાવાડી ચાલતી હોય, તેવું આ વીડિયો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. જોકે ચા ના શોખિન શિક્ષકને એવી તો કેવી ચા ની લત છે કે, છેક, ચાલુ શાળાએ સાઠંબા ચા પીવા જવું પડે છે.
View this post on Instagram
સમગ્ર ઘટનાને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે. TPEO સંજય પટેલે જણાવ્યું કે, અજબપુરાના વીડિયો અંગે, તેમને જાણ થઈ છે. આ અંગે તેઓ તપાસ કરાવશે. તપાસ પછી, જે રીપોર્ટ આવશે, તે રીપોર્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપશે. આ સાથે જ શિક્ષણાત્મક પગલાં લેવાના થશે તો પણ લેવાયા હોઈ શકે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થતાં સવાલો ઉઠી રહ્યા છે. વીડિયો ક્યારનો અને કેટલો જુનો છે, તે અંગે હાલ માહિતી પ્રાપ્ત થઈ નથી
હાલ, તો સાહેબને ચા પીવાના શોખથી સમગ્ર પંથકમાં ચર્ચાઓએ માહોલ ગરમ કરી દીધો છે, જોકે હવે, શિક્ષણ વિભાગ ચા હવે કેટલી ગરમ તૈયાર કરે છે, તે સમય બતાવશે. બાકી તો ચા ફાટી ગઈ છે કે, તેવું કહેને બીજુ દુધ નથી, તેવું પણ થાય તો નવાઈ નહીં…






