28.7 C
Gujarat
Tuesday, July 21, 2026
Home HeadLines અરવલ્લી : શામળાજીની મહાલક્ષ્મી હોસ્પિટલમાં પ્રસૂતાનું ઓપરેશન પછી મોત નીપજતા પરિવારજનોનો રોષ...

અરવલ્લી : શામળાજીની મહાલક્ષ્મી હોસ્પિટલમાં પ્રસૂતાનું ઓપરેશન પછી મોત નીપજતા પરિવારજનોનો રોષ ભભૂક્યો

0
14

જન્મજાત દીકરી સહિત ચાર દીકરીઓ હોસ્પિટલની બેદરકારીના પગલે માતૃત્વ વિહોણી લાચાર બની

અરવલ્લી જીલ્લાના શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક આવેલ મહાલક્ષ્મી હોસ્પિટલમાં ધુળેટાની પ્રસૂતાનું ઓપરેશન કરી ડિલિવરી કર્યા બાદ બીજા દિવસે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો તબીબ અને સ્ટાફ હોસ્પિટલ છોડી ફરાર થઈ જતા હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા પોલીસ કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનું જણાવ્યું હતું શામળાજી પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ધુળેટા ગામની ભારતીબેન બિપીનભાઈ દામા નામની પ્રસૂતાને પ્રસવની પીડા ઉપડતા શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક આવેલ મહાલક્ષ્મી હોસ્પિટલમાં ડિલિવરી માટે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે પ્રસૂતાને પાણી ઓછું થઈ ગયું હોવાનું અને મહિલા અને બાળક બંનેને જોખમ હોવાનું જણાવી ઓપરશન કરી બાળકીને જન્મ આપ્યો હતો બીજા દિવસે તબીબની સૂચનાથી સ્ટાફ મહિલા પ્રસૂતાના કપડાં બદલાવવા ઊભી કરતા મહિલા ઢળી પડી હતી તબીબ દોડી આવી તાત્કાલિક સારવાર શરૂ કરી હતી જોકે મહિલાની તબિયત લથડતા હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો

મહાલક્ષ્મી હોસ્પિટલમાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનો,સગા સંબધીઓ અને ગામલોકોના ટોળેટોળા ઉમટ્યા હતા તબીબ અને સ્ટાફની બેદરકારીની પગલે પ્રસૂતા મહિલાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે તબીબ સામે ફરિયાદ નોંધવાની માંગ કરી હોબાળો મચાવતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને જાણવાજોગ ફરિયાદ નોંધી મૃતક મહિલાને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!