28.7 C
Gujarat
Tuesday, July 21, 2026
Home HeadLines અરવલ્લી : GCTOC હેઠળ ધનસુરા પંથકના બુટલેગરોની સિન્ડિકેટની LCBએ કમ્મર તોડી...

અરવલ્લી : GCTOC હેઠળ ધનસુરા પંથકના બુટલેગરોની સિન્ડિકેટની LCBએ કમ્મર તોડી સાતને જેલમાં ધકેલ્યા

0
34

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ધનસુરા
સહિત સમગ્ર જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અને વેપલા માટે પંકાયેલા બુટલેગરો સામે સખ્ત કાર્યવાહીની સૂચનાને પગલે એલસીબી પોલીસે આઠ બુટલેગરો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ હેઠળ
ગુન્હો નોંધી સાત બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ બુટલેગરોની સિન્ડિકેટની કમ્મર તોડી નાખી છે એક બુટલેગર પ્રોહિબિશનના ગુન્હામાં જેલમાં હોવાથી તેના ટ્રાન્સફર વોરંટથી અટક કરવા તજવીજ હાથધરી છે

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઇ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે ધનસુરા પંથકના કુખ્યાત બુટલેગરો સામે GCTOC હેઠળ કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલતા અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરોએ સિન્ડિકેટ બનાવી તેમના સાગરીતો સાથે વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરી પોલીસના નાકે દમ લાવી દીધો હતો બુટલેગરોની સિન્ડિકેટ સામે અનેક પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાયા હોવા છતાં દારૂની હેરાફેરી અને વેચાણ યથાવત રાખતા એલસીબી પોલીસે આઠ બુટલેગરો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ હેઠળ ગુન્હો નોંધી બુટલેગરોની સિન્ડિકેટ ખતમ કરી નાખી છે એલસીબી પોલીસે એક એક કરી સાત બુટલેગરોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

GCTOC હેઠળ ઝડપાયેલ બુટલેગરોના નામ વાંચો..!!
1)મૌલિક હિરા પટેલ (રહે,વડાગામ-ધનસુરા)
2)રિધમ દશરથ પટેલ (દેવભૂમિ સોસાયટી,મોડાસા મૂળ રહે, વડાગામ-ધનસુરા)
3)વિજય રઘુનાથ દેસાઈ (રહે,જામઠા-ધનસુરા)
4) અજય રઘુનાથ દેસાઈ (રહે,જામઠા-ધનસુરા)
5) રાહુલ દામજી વાળંદ (શક્તિનગર-ધનસુરા)
6)રાહુલ વખતસિંહ પરમાર (વડાગામ-ધનસુરા)
7)અજય વિઠ્ઠલ બામણીયા (રાજપુર-જામઠા)
8) રાહુલ ઉર્ફે જયેશ લીલા દેસાઈ (પકડવાનો બાકી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!