31.5 C
Gujarat
Monday, August 10, 2026
Home HeadLines અરવલ્લી : મામાના કહેવાથી બે કિશોરોએ 21 બાઈક ચોરી કરી,મોડાસા ટાઉન પોલીસે...

અરવલ્લી : મામાના કહેવાથી બે કિશોરોએ 21 બાઈક ચોરી કરી,મોડાસા ટાઉન પોલીસે મામા સહિત 5ને દબોચ્યા

0
669

સગીરો ચોરી કરેલી બાઈક રેલ્લાવાડાના નદીના કિનારે સ્મશાનની ઓરડીની અંદર સંતાડી દેતા હતા

અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ઘટનાઓ છાસવારે બનતી રહે છે મોડાસા ટાઉન પોલીસની ચબરાક નજરથી ચોરી કરેલ બાઈક સાથે રખડતા બે સગીરો ઝડપાઈ ગયા હતા બંને સગીરો પાસેથી ટ્રેક્ટરને કલ્ટીવેટર સાથે જોડતા લોખંડનો માલસામાન ચોરી કરી મેઘરજ વેચી માર્યો હોવાની સાથે કિશોરે તેના મિત્ર સાથે મળી મામાના કહેવાથી છેલ્લા બે વર્ષમાં 20થી વધુ બાઈક ચોરી મામાને આપ્યા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે બંને સગીર સહિત તેના મામા સહિત પાંચ આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

મોડાસા ટાઉન પીઆઈ આર.ડી.ચૌધરી અને તેમની ટીમે સાઈ મંદિરથી સહયોગ ચોકડી સુધી પેટ્રોલિંગ હાથધરતા બાઈક પર શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા બે સગીરોને અટકાવી બાઈક અંગે પૂછતાં બાઈક મોડાસા શહેરની મેઘરજ ચોકડી નજીક આવેલ એક ઢાબાના પાર્કિંગ માંથી ચોરી કરી હોવાનું કબૂલતા પોલીસે બંને સગીરોની યુક્તિપૂર્વક પૂછપરછ કરતા રેલ્લાવાડામાંથી ટ્રેક્ટરને કલ્ટીવેટર સાથે જોડતો લોખંડનો માલસામાન ચોરી કરી મેઘરજ રજ્જાક બાકરોલીયાની ભંગાર ની દુકાનમાં વેચી માર્યો હોવાનું અને તેના મામાના કહેવાથી બંને કિશોરોએ છેલ્લા બે વર્ષમાં મોડાસા,ઇસરી અને મેઘરજ વિસ્તારોમાંથી 20 જેટલી બાઈક ચોરી કરી રેલ્લાવાડાના નદીના કિનારે સ્મશાનની ઓરડીની અંદર સંતાડી દીધી હોવાની અને ચોરી કરેલ બાઇક તેના મામા અન્ય સાગરીત સાથે મળી પીકઅપ ડાલામાં ભરી વેચી મારી હોવાનો ઘટસ્ફોટ થયો હતો

મોડાસા ટાઉન પોલીસે બાઈક ચોર કિશોરના મામા અનિલ અર્જુન નાયક અને વિનોદ સોમા નાયક (બંને.રહે,ગોપીપુરા,
હાલોલ-પંચમહાલ) તેમજ ચોરીનો લોખંડનો માલસામાન વેચાણ રાખનાર રજ્જાક દાઉદ બાકરોલીયા (રહે,મેઘરજ) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બંને કિશોરોને ઝડપી પાડી 19 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!