ચેઇન સ્નેચર બપોરે અને સાંજના સુમારે ત્રાટકી વૃધ્ધા અને મહિલાઓનુ ચેઇન સ્નેચિંગ કરતા હતા
અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મોડાસા અને બાયડ માં ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર રાજસ્થાની ચેઇન સ્નેચરને મોડાસા જીઆઈડીસી આગળથી બાઈક સાથે દબોચી લઇ તેના બે સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી એલસીબી પીઆઇ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે બાયડ અને મોડાસા શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર ચેઇન સ્નેચરોને ઝડપી પાડવા ઘટનાસ્થળના સીસીટીવી કેમેરા ફૂટેજનું એનાલિસિસ કરી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાનના બિલખ ગામનો જીવતરામ ઉર્ફે જસવંત ઉર્ફે જીવો લખાજી અહારી નામનો ચેઇન સ્નેચર મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા જીઆઈડીસી નજીક વોચ ગોઠવી બાઈક પર પસાર થતા ચેઇન સ્નેચરને ઝડપી પાડી આગવી ઢબે પૂછતાછ કરતા એક વર્ષ અગાઉ પપ્પુ (રહે,
છારાનગર-અમદાવાદ) સાથે મળી બાયડમાંથી એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની તફડંચી કરી હોવાની અને મોડાસા શહેરમાં તેના બનેવી પ્રભુ જીવાજી ડામોર (ખેરવાડા-રાજ ) સાથે મળી એક મહિલાનું સોનાના ડોકિયાં સહીત મંગળસૂત્ર તોડી રફુચક્કર થઇ ગયા હોવાનુ જણાવતા તેની પાસેથી 40 હજાર રોકડા સહીત 90 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચેઇન સ્નેચિંગના ગુન્હામાં ફરાર બંને આરોપીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી છે






