27.2 C
Gujarat
Thursday, July 23, 2026
Home ક્રાઇમ મોડાસા : ફૈઝાને મસ્જિદની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓ ઝડપાયા;...

મોડાસા : ફૈઝાને મસ્જિદની દાનપેટી ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓ ઝડપાયા; એક ફરાર

0
88

મોડાસા શહેરમાં ફૈઝાને મદીના મસ્જિદમાંથી રાત્રિના સમયે દાનપેટી ચોરી કરવાના ગુનાનો મોડાસા ટાઉન પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ સહિત કુલ રૂ. 40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન. જાડેજા, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરીના ગુનાઓને અટકાવવા અને ડિટેક્શન માટે વિશેષ કામગીરી ચાલી રહી છે.તે દરમિયાન મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એસ. મલેક અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે લીમડા તળાવ વિસ્તારમાં દરોડો પાડતા ત્રણ શંકાસ્પદ ઇસમો પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે પીછો કરીને ત્રણેયને ઝડપી પાડ્યા હતા

પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે કબૂલાત કરી હતી કે, તેઓએ અન્ય એક સાથીદાર સાથે મળીને રાત્રે લગભગ 3 વાગ્યે ફૈઝાને મદીના મસ્જિદમાં પાછળની દીવાલ કૂદી પ્રવેશ કર્યો હતો અને દાનપેટીની ચોરી કરી હતી. બાદમાં લીમડા તળાવ ખાતે દાનપેટી તોડી તેમાં રહેલી રકમ ચારેય વચ્ચે સરખા ભાગે વહેંચી લીધી હતી.પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના રૂ.15,000 રોકડા, તૂટેલી દાનપેટી તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલી GJ-09-CE-6157 નંબરની મોટરસાઇકલ મળી કુલ રૂ.40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ચોથો આરોપી રીયાઝભાઈ સલીમભાઈ પઠાણ હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ:
મોહમ્મદ સકીલ મો. રફીક ચૌહાણ, મોડાસા
અરબાઝ ઝાકીરહુસેન મન્સુરી, મોડાસા
અતિકભાઈ અબ્દુલ રહેમાન મલેક, મોડાસા

ફરાર આરોપી:
રીયાઝભાઈ સલીમભાઈ પઠાણ, મોડાસા

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 331(4), 305(એ) અને 54 હેઠળ નોંધાયેલા ગુનામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!