29.5 C
Gujarat
Saturday, August 15, 2026
Home ગુજરાત News from Gujarat સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લીઓ ક્લબ ઓફ મોડાસાની સેવાકીય પહેલ

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લીઓ ક્લબ ઓફ મોડાસાની સેવાકીય પહેલ

0
58

મોડાસા, તા. 15 ઓગસ્ટ 2026: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે લીઓ ક્લબ ઓફ મોડાસા દ્વારા મોડાસા ખાતે આવેલી બહેરા-મૂંગા શાળામાં સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ ડૉ. ટી.બી. પટેલ, ઉપપ્રમુખ કમલેશ પટેલ તથા ઉપપ્રમુખ ડૉ. જીતેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના 200થી વધુ વિદ્યાર્થીઓને ફળો અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લીઓ ક્લબના સભ્યોએ વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવી તેમની સાથે સહભોજન કર્યું હતું અને સ્વાતંત્ર્ય પર્વની ખુશીઓ વહેંચી હતી. સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી બાળકોમાં આનંદ અને પ્રોત્સાહનની લાગણી ઊભી કરવાની સાથે સમાજસેવા તથા માનવતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો મુખ્ય ઉદ્દેશ હતો.

આ પ્રસંગે પ્રમુખ હિલન પટેલ, સચિવ પ્રેમ તુલસિયાણી, ખજાનચી વિશાલ પંડ્યા સહિત લીઓ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!