29.5 C
Gujarat
Saturday, August 15, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : તત્વ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ મોડાસા ખાતે 80મા સ્વાતંત્ર્ય...

અરવલ્લી : તત્વ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ મોડાસા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

0
78

મોડાસા: મોડાસા ખાતે આવેલી તત્વ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ અને હર્ષોલ્લાસભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં વાઇસ ચેરમેન પ્રભુદાસભાઈ પટેલ, વાઇસ ચેરમેન રસિકભાઈ પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તત્વ કેમ્પસના કેમ્પસ ડાયરેક્ટર જયદતસિંહ પુવારના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગાન અને દેશભક્તિના નારાઓ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, નૃત્ય, વક્તવ્ય, નાટક સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆતો કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વાલીઓએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી.

આ પ્રસંગે શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પ્રમાણપત્રો અને પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહેમાનો તથા શાળાના આચાર્ય ડૉ. ઉષા રાઠોડે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્યનું મહત્વ, રાષ્ટ્રપ્રેમ, એકતા, શિસ્ત અને જવાબદાર નાગરિક તરીકેની ફરજો અંગે માર્ગદર્શન આપ્યું હતું. દેશની પ્રગતિ અને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપવા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ તથા રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો. અંતે દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે નિષ્ઠાપૂર્વક યોગદાન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું સફળ સંચાલન સિદ્ધાર્થભાઈ રાઠોડ અને મીનલબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ડિપ્લોમા કોલેજના પ્રિન્સિપાલ મોસીનભાઈએ તત્વ પરિવાર વતી મહેમાનો, વાલીઓ, સ્ટાફ અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!