32 C
Gujarat
Thursday, August 20, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : SOGએ ચાંદરેજથી પેટી ડોક્ટર દબોચ્યો, તલોદ પોલીસને હાથતાળી આપનાર પશુ...

અરવલ્લી : SOGએ ચાંદરેજથી પેટી ડોક્ટર દબોચ્યો, તલોદ પોલીસને હાથતાળી આપનાર પશુ ચોરને મોડાસાથી ઝડપ્યો

0
21

જીલ્લામાં કપાઉન્ડરમાંથી ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અસંખ્ય ઝોલા છાપ તબીબોનો રાફડો

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ
SOGએ જીલ્લામાં અસલી ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરો સામે લાલ આંખ કરી છે બાયડ તાલુકાના ચાંદરેજ ગામમાં સરપ્રાઈઝ રેડ કરી કરી કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી એલોપેથિક સારવાર કરતા નકલી તબીબને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આંબલિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ચાંદરેજ ગામમાં એક કમ્પાઉન્ડરમાંથી બની બેઠેલ ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતો હોવાની બાતમી મળતા તાબડતોબ બાતમી સ્થળે ત્રાટકી નકલી તબીબ પ્રકાશ જસવંત પટેલને બિમાર દર્દીઓની એલોપેથિક સારવાર કરતો દબોચી લેતા ડુપ્લીકેટ ડોક્ટરના હોશકોશ ઉડી ગયા હતા એસઓજી પોલીસે તેની પાસેથી એલોપેથિક દવાઓ,ઇન્જેક્શન અને મેડિકલ સાધનો મળી રૂ.૬૫૧૧/-નો મુદ્દામાલ જપ્ત કરી ઉંટવૈદ્યની અટકાયત કરી આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એસઓજી પીઆઇ પ્રકાશ ચૌધરી અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથધરી બાતમીદારો સક્રિય કરતા સાબરકાંઠા જીલ્લાના તલોદ પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી હંફાવતો પશુચોર અજય દશરથ પાંડોર (રહે,ઝાલોદર) મેઘરજ બાયપાસ રોડ પર ખાનગી હોટલ નજીક ઉભો હોવાની બાતમી મળતા એસઓજીની ટીમ મેઘરજ બાયપાસ ચોકડી પહોંચી અજય પાંડોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પશુ ચોરને તલોદ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!