32 C
Gujarat
Thursday, August 20, 2026
Home HeadLines મોડાસા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્ય યોગ બોર્ડ અને અરવલ્લી પોલીસના સંયુક્ત...

મોડાસા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્ય યોગ બોર્ડ અને અરવલ્લી પોલીસના સંયુક્ત ઉપક્રમે ‘યોગ સંવાદ’ યોજાયો

0
23

​મોડાસા:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ) તથા અરવલ્લી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે BAPS સ્વામિનારાયણ મંદિર મોડાસા ખાતે પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે ‘યોગ સંવાદ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.​યોગ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલ જી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અરવલ્લી મોડાસાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા (IPS) ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માનસિક તણાવ મુક્ત રહે તથા યોગ દ્વારા શારીરિક અને માનસિક રીતે વધુ સ્વસ્થ બની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!