ગુસ્સામાં પત્નીની હત્યા કરી હત્યારો પતિ મૃતદેહની બાજુમાં બેસી રહ્યો પુત્ર અને લોકો ઉમટતા ફરાર થઈ ગયો
અરવલ્લી જીલ્લામાં લોકો એકબીજાના ખૂનના પ્યાસા બન્યા હોય તેમ નિર્દયી બની હત્યા કરતા ખચકાતા નથી શામળાજી તાલુકાના શામળપુર ગામમાં ઘરકામ જેવી સામાન્ય ઝગડામાં પતિએ પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી દેતા જીવ બચાવવા દોડેલી પત્ની ઘર નજીક ખુલ્લી જગ્યામાં તરફડીયા ખાઈ મોતને ભેટતા ભારે ચકચાર મચી હતી પતિએ આવેશમાં પત્નીની હત્યા કર્યા પછી મૃતદેહને બાજુમાં બેસી રહ્યો હતો મૃતકનો પુત્ર અને આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા હત્યા ની ઘટનાને પગલે શામળાજી પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
શામળાજીના શામળપુર ગામમાં ખૂનીખેલમાં પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી પ્રભુદાસ વિરજી ગામેતીએ ગૃહ કંકાસમાં અચાનક ઉશ્કેરાઈ જઈ મગજ પરનો કાબૂ ગુમાવી જાણે માથે ખૂન સવાર થયું હોય તેમ ઘરમાં પડેલી કુહાડીથી તેમની પત્ની કૈલાશબેનને માથામાં ફટકો મારતા માથું ફાટી જતા બચાવ માટે દોડેલ પત્ની ઘર નજીક ખુલ્લી જગ્યામાં ફસડાઈ પડી મોત નિપજતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા મૃતકના પુત્રને ફોન કરતા ગામમાં મજૂરી અર્થે ગયેલ પુત્ર ઘરે દોડી આવ્યો હતો પુત્રને જોઈ પિતાએ તેની માતાના માથામાં કુહાડી ઝીંકી દીધી હોવાની વાત કરતા પુત્ર સમસમી ઉઠ્યો હતો લોકોના ટોળા ઉમટતા હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો હત્યાની ઘટનાની જાણ થતા શામળાજી પોલીસ સ્થળ પર પહોંચી હતી
શામળાજી પોલીસે મૃતકના પુત્ર દીપક પ્રભુદાસ ગામેતીની ફરિયાદના આધારે માતાના હત્યારા પિતા પ્રભુદાસ વિરજી ગામેતી સામે હત્યાનો ગુન્હો નોંધી ફરાર હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈ જેલમાં ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી






