30.9 C
Gujarat
Monday, August 24, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : LCBએ મેઘરજના બેડજ ગામની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શકુનીઓને...

અરવલ્લી : LCBએ મેઘરજના બેડજ ગામની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ શકુનીઓને દબોચ્યા, બે ફરાર

0
31

અરવલ્લી પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ પર રોક લગાવવા પોલીસતંત્રને તાકીદ કરતા પોલીસ દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબીની ટીમે
મેઘરજ પોલીસને ઉંઘતી રાખી બેડજ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારના અડ્ડા પર ત્રાટકી ત્રણ જુગારીઓને ૧૧ હજારથી વધુની રોકડ સાથે દબોચી લીધા હતા પોલીસ રેડ જોઈ ફરાર બે શકુનીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બેડજ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં જુગારીઓ હારજીતની બાજી લગાવીને બેઠા હોવાની બાતમીના આધારે તપાસ કરતા ખુલ્લી જગ્યામાં કુંડાળું વળીને બેઠેલા શકુનિઓ જોવા મળતા પોલીસે કોર્ડન કરી રેડ કરતા જુગારીઓ ભાગતા પોલીસે ૧)નરેન્દ્ર લક્ષ્મણ આંબલીયા (રહે,ઇન્દિરાનગર) ,૨) મહેશ કાનજી નિનામા (રહે,વૈયા) અને ૩)ઇમ્તિયાઝ ભીખા બાકરોલિયા( રહે,મેઘરજ)ને દબોચી લઈ દાવ પર લગાવેલ અને અંગજડતી લેતા કુલ.રૂ.૧૧૭૭૦ અને મોબાઇલ મળી રૂ. ૧૬૭૭૦ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર થઈ ગયેલા પ્રવીણ સોમા અસારી (રહે,ઝરડા) અને બાબુ કોદર જવાત (રહે,મહુડી) વિરુદ્ધ મેઘરજ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ મેઘરજ પોલીસને સુપ્રત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!