30.9 C
Gujarat
Monday, August 24, 2026
Home ધર્મ / જ્યોતિષ શ્રાવણ માસના બીજા સોમવારે વાત્રક નદી ના કિનારે આવેલા સુપ્રસિદ્ધ બનૈયા મહાદેવ...

શ્રાવણ માસના બીજા સોમવારે વાત્રક નદી ના કિનારે આવેલા સુપ્રસિદ્ધ બનૈયા મહાદેવ ને સાફા નો શણગાર ,ઓમ નમ:શિવાય ના નાદ સાથે પરિસર ગુંજી ઉઠ્યું

0
11

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રક નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ ચમાર પુર ગામે આવેલા બનૈયા મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે શિવભક્તો મહાદેવ ના દર્શને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શિવભક્તોએ દાદાને જળ બિલીપત્ર, ફુલ ,દૂધ ,મધ ,તલ દ્રવ્યો થી અભિષેક કર્યો હતો.

બનૈયા મહાદેવ ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું શિવાલય છે શાસ્ત્રો અનુસાર આ શિવલિંગ સ્વયંભૂ છે, એટલે કે તે માનવ દ્વારા સ્થાપિત નથી પરંતુ પૃથ્વીમાંથી પોતે પ્રગટ થયેલું છે. તેમાં અદભુત મંત્ર-શક્તિ અને સકારાત્મક ઉર્જાનો વાસ હોવાનું માનવામાં આવે છે. જ્યાં આબેહૂબ ઉજ્જૈનના મહાકાલ દાદા ના શિવલિંગ જેવું અનુભૂતિ કરાવતું શિવલિંગ જોવા મળે છે.

પવિત્ર શ્રાવણ માસમાં બાયડ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો બનૈયા મહાદેવ ના દર્શન કરવા ઉંમટી પડે છે .આજરોજ બાયડના શિવભક્તોએ શિવલિંગ ઉપર સાફો ચડાવી શણગાર કર્યો હતો. આકર્ષક સાફા ના શણગાર ના દર્શન નો લાભ લેવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

પ્રખર શિવભક્ત કુંદન સોનીના જણાવ્યા અનુસાર છેલ્લા 11 વર્ષથી તેમના ગ્રુપ દ્વારા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં દાદા ને નિત્ય અભિષેક કરવામાં આવે છે તેમજ છેલ્લા ત્રણ વર્ષથી દાદાને આકર્ષક રંગબેરંગી સાફો અર્પણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!