અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના માર્ગો પર
રખડતી ગાયો અને આખલાઓથી શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે રાહદારીઓ અને વાહનચાલકો પર રખડતા ઢોરનો હુમલો એક ગંભીર અને ચિંતાજનક સમસ્યા બની ગઈ છે નગરપાલિકા તંત્ર રખડતા ઢોરને પાંજરે પુરાવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે રખડતા ઢોરના હુમલાની ઘટના પછી ગાઢ નિંદ્રામાં રહેલ તંત્ર ખાનાપૂર્તિ કામગીરી કરી સંતોષ માની રહ્યું છે બીજીબાજુ રખડતા ઢોરના હુમલાનો શહેરીજનો સતત ભોગ બની રહેતા લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે
મોડાસા શહેરના જૈન દેરાસર પાસેથી બાઈક લઈ પસાર થતા યુવક પર રોડ પર રખડતી ગાય અચાનક ભુરાટી બની હુમલો કરતા બાઈક ચાલક યુવક અને તેના બંને પુત્રો રોડ પર પડતા શરીરે ઇજાઓ પહોંચતા આજુબાજુથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા ગાયના હુમલાનો ભોગ બનેલ ત્રણેને સારવાર અર્થ દવાખાને ખસેડાયા હતા ભોગ બનનારે નગરપાલિકા પ્રમુખનો સંપર્ક કરતા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ હોવાનું રટણ કર્યું હતું
મોડાસા શહેરના સગરવાડામાં રહેતા હિરેન રમેશભાઈ સગર રવિવારે સવારે બાઈક પર તેમના બંને પુત્રો સાથે કામકાજ અર્થે નીકળ્યા હતા જૈન દેરાસર પાસેથી પસાર થતા રોડ પર ઉભેલી ગાય અચાનક આક્રમક બની બાઈક પર હુમલો કરતા બાઈક ચાલક અને તેના બંને પુત્રો રોડ પર પટકાતા હિરેન સગરને પગના ભાગે ફ્રેક્ચર અને બંને પુત્રોને સામાન્ય ઈજા પહોંચતા લોકો મદદ માટે પહોંચી ત્રણે લોકોને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા સદનસીબે ગાયના હુમલામાં બાઇક ચાલક અને તેના બંને પુત્રોનો આબાદ બચાવ થતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો રખડતા ઢોરના સતત હુમલાઓના બનાવોમાં નોંધપાત્ર વધારો થતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
ગાયના આતંકનો ભોગ બનેલા બાઈક ચાલક હિરેન ભાઈ સગરે ભારે આક્રોશ સાથે નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના માર્ગો પર રખડતા ઢોરને તાત્કાલિક પાંજરે પુરવામાં આવેની માંગ કરી નગરપાલિકા પ્રમુખને ટેલિફોનિક રજુઆત કરતા પ્રમુખે રખડતા પશુઓને પકડવા માટે નગરપાલિકાની ટીમ કાર્યરત હોવાનું અને અકસ્માત સ્થળે રખડતા પશુઓને પાંજરે પૂરવા માટે પાલિકાની ટીમ મોકલી આપવાની બાહેંધરી આપી હતી મોડાસા શહેરમાં રખડતા પશુઓના અડફેટે ચઢી લોકો મોતને ભેટી ચૂક્યા છે અનેક વ્યક્તિનું રખડતા ઢોરના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની ચૂક્યા છે તેમ છતાં નગરપાલિકાનું નિર્ભર તંત્ર રખડતા ઢોરને પાંજરે પૂરવામાં ઉણું ઉતર્યું છે





