31.7 C
Gujarat
Sunday, September 6, 2026
Home ધર્મ / જ્યોતિષ ભિલોડામાં બ્રાહ્મણ સમાજ વાડીમાં શ્રી રામ સુંદરકાંડ પરિવાર, મોડાસા દ્વારા ૧૭૭૪મો સુંદરકાંડ...

ભિલોડામાં બ્રાહ્મણ સમાજ વાડીમાં શ્રી રામ સુંદરકાંડ પરિવાર, મોડાસા દ્વારા ૧૭૭૪મો સુંદરકાંડ પાઠ યોજાયો

0

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં શ્રી વૈજનાથ મહાદેવ સંકલન સમિતિ (બ્રહ્મ સમાજ – ભિલોડા) ના સંયુકત ઉપક્રમે તા. ૦૫/૦૯/૨૦૨૬ને શનિવારના રોજ શ્રી રામ સુંદરકાંડ પરિવાર, મોડાસા દ્વારા ૧૭૭૪માં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં કર્યું હતું.

આ ધાર્મિક અને પવિત્ર કાર્યક્રમ શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી સમાજ વાડી, ભિલોડા ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું હતું.ધાર્મિક કાર્યક્રમમાં વક્તા તરીકે હરેશભાઈ ગૌર ઉપસ્થિત રહ્યા ભક્તજનોને ધર્મલાભ આપી, સુંદરકાંડના પાઠનું ભકિતભાવ સાથે રસપાન કરાવ્યું હતું.

ભિલોડા સહિત આસપાસના વિસ્તારના ધર્મપ્રેમી નાગરિકોએ ધાર્મિક મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, ધર્મલાભ લીધો હતો.શ્રી વૈજનાથ મહાદેવ સંકલન સમિતિ (બ્રહ્મ સમાજ – ભિલોડા)ના સેવાભાવી આયોજકોએ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!