31.2 C
Gujarat
Monday, September 7, 2026
Home HeadLines GPSC ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ સાથે સામાજિક ક્રાંતિ અભિયાન દ્વારા અરવલ્લી કલેક્ટરને...

GPSC ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ સાથે સામાજિક ક્રાંતિ અભિયાન દ્વારા અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર

0

મોડાસા: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની લેખિત તથા મૌખિક પરીક્ષાના ગુણાંકનમાં કથિત અસમાનતા અને પારદર્શિતાના અભાવ અંગે રજૂ થતી ફરિયાદોને લઈને સામાજિક ક્રાંતિ અભિયાન – ગુજરાત પ્રદેશ દ્વારા મોડાસા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં GPSCની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને OBC, SC, ST તથા લઘુમતી સમાજના ઉમેદવારો સાથે ભેદભાવ થતો હોવાની રજૂ થતી ફરિયાદોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

સંગઠન દ્વારા મૌખિક પરીક્ષા એટલે કે ઇન્ટરવ્યુની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા તેમજ પ્રતિનિધિત્વ આધારિત દેખરેખ સમિતિની રચના કરવા પણ માંગ કરવામાં આવી છે. વધુમાં, GPSCના ચેરમેન હસમુખ પટેલના રાજીનામાની માંગ સાથે ભવિષ્યમાં ઇન્ટરવ્યુ લેતી કમિટીમાં SC, ST, OBC અને લઘુમતી સમાજના સભ્યોનો સમાવેશ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે, આ રજૂઆતનો હેતુ કોઈ વ્યક્તિ વિશેષ પ્રત્યે વ્યક્તિગત દ્વેષ, રાજકીય વિરોધ કે પૂર્વગ્રહ રાખવાનો નથી. ગુજરાતના યુવાનોને બંધારણ દ્વારા મળેલી સમાન તક, ન્યાયપૂર્ણ ભરતી પ્રક્રિયા અને ભેદભાવમુક્ત પસંદગી પ્રક્રિયા મળે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!