31.6 C
Gujarat
Tuesday, September 8, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : રામગઢી બજારમાંથી યુવકનું અપહરણ કરી ઝાડ સાથે દોરડાથી બાંધી માર મારનાર...

અરવલ્લી : રામગઢી બજારમાંથી યુવકનું અપહરણ કરી ઝાડ સાથે દોરડાથી બાંધી માર મારનાર ચાર આરોપી જેલના હવાલે

0

આડાસંબંધની શંકાએ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

અરવલ્લીના મેઘરજ તાલુકાના રામગઢી અને મુડશી-નવાઘરી ગામ વચ્ચે યુવકને બોલેરો ગાડીમાં બેસાડી અપહરણ કરી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી માર માર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મેઘરજ પોલીસ મથકે ચાર શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, મુડશી (વાઘોરા) ગામના 22 વર્ષીય લાલાભાઈ ડામોર રામગઢી ગામે રીંગ બોરની ઇલેક્ટ્રિક મોટર રિપેરિંગમાં મુકેલી હોવાથી તે લેવા માટે ગયા હતા. તેમની પાસે પૈસા ઓછા પડતા તેઓ રામગઢી ગામે સ્ટેશનરીની દુકાન ધરાવતા વિજયભાઈ ડામોર પાસેથી પૈસા લેવા ગયા હતા અને દૂધ મંડળી સામે ઉભા હતા.

આ દરમિયાન આરોપીઓ બોલેરો ગાડી નં. GJ-11-CD-3063 લઈને ત્યાં પહોંચ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ફરિયાદી પાસે આવી ગાડી ઉભી રાખી ચારેય આરોપીઓ નીચે ઉતરી દોડી આવ્યા હતા અને ફરિયાદીને તેમના કુટુંબી સુરેશભાઈ ભાથીભાઈ ડામોરની પત્ની આશાબેન સાથે આડા સંબંધ રાખે છે તેમ કહી ગાળો બોલી હતી.ત્યારબાદ ફરિયાદીને પકડી બોલેરો ગાડીમાં બેસાડી અપહરણ કરી ભાથીભાઈ રત્નાભાઈ ડામોરના ઘરે લઈ જવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ત્યાં ઘર આગળ કણજાના ઝાડ સાથે દોરડાથી બાંધી ગેરકાયદેસર અટકાયતમાં રાખી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.આ સમગ્ર મામલે મેઘરજ પોલીસ મથકે દિલીપભાઈ સોમાભાઈ ડામોર, રેશીબેન સોમાભાઇ ડામોર, મંગુબેન ભાથીભાઈ ડામોર તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ યુવક સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 140(3), 127(2), 115(2), 352, 351(3) અને 54 મુજબ ગુનો નોંધાયો છે.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હથ ધરી છે જોકે મેઘરજ પોલીસે ગણતરીના કલાકોમાં  અપરહરણ કરનાર ચારે આરોપીઓને ઝડપી પાડવાંમાં સફળતા હાથ લાગી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!