30 C
Gujarat
Thursday, September 17, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : રેડક્રોસ સોસાયટીએ મેઘરજ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો

અરવલ્લી : રેડક્રોસ સોસાયટીએ મેઘરજ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અરવલ્લી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી દ્વારા મેઘરજ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં બ્લડ ડોનેશન અને બ્લડ ગ્રુપ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં 56 યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું

મેઘરજ આર્ટસ અને કોમર્સ કોલેજમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 166 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કેમ્પમાં અરવલ્લી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન વનીતાબેન પટેલ, ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, તાલુકા પ્રમુખ અનિલ પંચાલ, પીસીએન હાઈસ્કૂલના આચાર્ય અને કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ કેમ્પમાં મેઘરજ મામલતદાર કચેરી, આરોગ્ય કેન્દ્રનો સહયોગથી કેમ્પ સફળ રહ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!