30 C
Gujarat
Thursday, September 17, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : ભિલોડામાં પદયાત્રીઓ માટે ‘જય અંબે વિસામો’નો શુભારંભ ૨૫ વર્ષથી અવિરત...

અરવલ્લી : ભિલોડામાં પદયાત્રીઓ માટે ‘જય અંબે વિસામો’નો શુભારંભ ૨૫ વર્ષથી અવિરત ચાલતો સેવાયજ્ઞ

0

મા અંબાના ભક્તો અને ભાદરવી પૂનમના મેળામાં અંબાજી તરફ પગપાળા પદયાત્રા કરતા સંઘો, પદયાત્રીઓની સેવામાં સમર્પિત ‘જય અંબે વિસામો’ નો ભિલોડામાં ॐ કોમ્પ્લેક્ષમાં દીપ પ્રાગટ્ય અને શાસ્ત્રોક્ત વિધિ સાથે શુભારંભ કરવામાં આવ્યો છે.સેવાયજ્ઞ ૨૫ વર્ષથી અવિરતપણે કાર્યરત છે, જે આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

શુભારંભ પ્રસંગે ગુજરાત રાજય કક્ષાના મંત્રી પી.સી.બરંડા સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.રાજય કક્ષાના મંત્રી અને ઉપસ્થિત આગેવાનોએ અંબે માતાજીની આરતી ઉતારીને પદયાત્રીઓને જમવા માટેનો જય અંબે વિસામો ખુલ્લો મૂક્યો હતો.

જય અંબે વિસામો ખાતે અંબાજી જતા પદયાત્રીઓ માટે ભોજન, પાણી, ચા-નાસ્તો તેમજ પ્રાથમિક સુવિધાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.કાર્યકરો દ્વારા પદયાત્રીઓની ખડેપગે સેવા કરવામાં આવી રહી છે.છેલ્લા ૨૫ વર્ષથી સેવાયજ્ઞને સફળતાપૂર્વક ચલાવી રહેલા આયોજકો, સંચાલકોની સેવા ભાવનાને જય અંબે વિસામો, પ્રમુખ હર્ષદભાઈ સોની, પ્રણવભાઈ પંચાલ, વિષ્ણુભાઈ શાહ, બાબુસિંહ સિસોદીયા, વેપારીઓ સહિત ઉપસ્થિત શ્રેષ્ઠીઓએ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.અંબાજી જતા હજ્જારો પદયાત્રીઓ જય અંબે વિસામાનો લાભ લઈને રાહત અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!