33.8 C
Gujarat
Sunday, September 20, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : પોલીસે એક વર્ષમાં 157 વોન્ટેડ આરોપીઓને દબોચી લઈ જેલના સળિયા...

અરવલ્લી : પોલીસે એક વર્ષમાં 157 વોન્ટેડ આરોપીઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા

0

અરવલ્લી જીલ્લોએ અંતરિયાળ જિલ્લો હોવાથી રાજસ્થાન રાજ્યમાંથી દારૂ સહિત અનેક ગુનાકિય પ્રવૃત્તિઓને અંજામ આપીને આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી જતા હાય છે, એટલું જ નહીં આવા આરોપીઓ પોલીસ પકડમાં ન આવે તે માટે નામ,વેશ અને ઠેકાણા બદલી છુપાઈને રહેતા હોય છે

SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ
વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ઓપરેશન હાથધરી એક વર્ષમાં 157 આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મળી છે

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ જીલ્લા સહિત રાજ્યમાં ગુન્હા આચરી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા આરોપીને
ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી ડિજિટલ ટ્રેસિંગ અને ફોરેન્સીક સાયન્સ સહિત વિવિધ પદ્ધતિઓ અપનાવી 157 આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે પ્રોહિબિશન,લૂંટ ચોરી , મર્ડર,પોક્સો એક્ટ,છેતરપિંડી,વ્યાજખોરી,રાયોટિંગ સહિત અન્ય ગુન્હામાં સંડોવાયેલા ખૂંખાર આરોપીઓને ઝડપી લેવા જીવના જોખમે કામગીરી કરી છે અરવલ્લી જીલ્લા પોલીસે વોન્ટેડ આરોપીઓ પર ધોંસ બોલાવતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી છે પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ઓપરેશન યથાવત રાખ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!