30.3 C
Gujarat
Sunday, September 20, 2026
Home ગુજરાત News from Gujarat અરવલ્લી : મોડાસા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે વિકસિત ભારત અંતર્ગત ચિત્ર અને...

અરવલ્લી : મોડાસા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે વિકસિત ભારત અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

0

મોડાસા, તા. 19 સપ્ટેમ્બર, શનિવાર:
તત્વ ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ, મોડાસા ખાતે “વિકસિત ભારત @ 2047” અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં શાળાના ૨૧ વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા અને ૨૨ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિકસિત ભારત, સ્વચ્છ અને હરિત ભારત, આત્મનિર્ભર ભારત, શિક્ષણ, વિજ્ઞાન-ટેકનોલોજી તથા પર્યાવરણ જેવા વિવિધ વિષયો પર પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા, શિક્ષણ, ટેકનોલોજી અને આત્મનિર્ભરતા સહિતના વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
શાળા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં વિશ્વા પ્રજાપતિ એ પ્રથમ સ્થાન, જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રેશા ગોસ્વામી એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
વક્તૃત્વ સ્પર્ધા માટે વિદ્યાર્થીઓને સિદ્ધાર્થભાઈ રાઠોડ દ્વારા, જ્યારે ચિત્ર સ્પર્ધા માટે અરવિંદ રાઠોડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવતાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર જયદત્તસિંહ પુવારે જણાવ્યું હતું કે, આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, વક્તૃત્વ કૌશલ્ય અને રાષ્ટ્રના વિકાસ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!