34.6 C
Gujarat
Monday, September 21, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : શામળાજી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી 2.61...

અરવલ્લી : શામળાજી પોલીસે દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી 2.61 લાખનો શરાબ ઝડપ્યો, બુટલેગર ફરાર 

0

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાએ બુટલેગરો સામે લાલ આંખ કરી પોલીસને પ્રોહિબિશનની સખ્ત અમલવારી કરવા તાકીદ કરતા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે પાલ્લા ગામ નજીક દારૂ ભરેલી ક્રેટા કારનો ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગરે કાર વિજપોલ સાથે અથડાવી કાર મૂકી ફરાર થઈ જતા પોલીસે બિનવારસી કારમાંથી 780 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

 

શામળાજી પીઆઈ એસ.એસ.માલ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ માર્ગો પર પેટ્રોલીંગ હાથધરતા રાજસ્થાનથી બુટલેગર દારૂ ભરેલી ક્રેટા કાર પાલ્લા આવતા પોલીસજીપની લાઈટ જોઈ બુટલેગરે કાર રિવર્સ લઇ પરત હંકારી મુકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી રોડ સાઈડ વીજપોલ સાથે ઠોકી દેતા અકસ્માત સર્જાયો હતો કાર ચાલક બુટલેગર કાર સ્થળ મૂકી ફરાર થઇ ગયો હતો

શામળાજી પોલીસે અકસ્માતગ્રસ્ત હાલતમાં પડેલી બીનવારસી કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-780 કિં.રૂ 261312/- તેમજ કાર મળી રૂ.1061312/- મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા કાર ચાલક બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!