મોડાસા શહેરના મેઘરજ બાયપાસ રોડ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા પ્રમુખ સ્વામી તળાવમાં વહેલી સવારે પાણીમાં તરતા મૃતદેહ જોવા મળતા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ અને ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે મૃતક મહિલાની લાશને બહાર કાઢી હતી મોડાસા ટાઉન પોલીસે લાશનુ પંચનામું કરી મૃતકના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે મોડાસા નગર પાલિકા ઉપ પ્રમુખ ગફુર રબારી સ્થળ પર દોડી પહોંચ્યા હતા
મોડાસા શહેરના બાયપાસ રોડ નજીક આવેલા પ્રમુખ સ્વામી સરોવરમાં શુક્રવારે વહેલી સવારે પાણીમાં એક મહિલાનો મૃતદેહ તરી રહ્યો હોવાનું લોકોને ધ્યાને આવતા મોડાસા ટાઉન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ પ્રમુખ સ્વામી સરોવર પહોંચી મૃતક મહિલાની લાશને પાણી બહાર કાઢી હતી મોડાસા ટાઉન પોલીસે અજાણી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પ્રમુખ સ્વામી સરોવરના કિનારે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી તળાવના પાણીમાંથી મહિલાનો મૃતદેહ મળતા હત્યા કે આત્મહત્યા કે પછી અકસ્માતે મોત સહીત લોકો ચર્ચા કરતા નજરે પડ્યા હતા





