29.7 C
Gujarat
Saturday, September 26, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી :LCBએ મોડાસા સહયોગ ચોકડી નજીક કારમાંથી 250 બોટલ દારૂ સાથે બુટલેગરને...

અરવલ્લી :LCBએ મોડાસા સહયોગ ચોકડી નજીક કારમાંથી 250 બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો

0

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે લાલ આંખ કરી ખેપ નિષ્ફળ બનાવી રહ્યા છે જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડાસા શહેરની સહયોગ બાયપાસ ચોકડી નજીક અલ્ટ્રોઝ કારમાંથી 2.61 લાખના દારૂ સહીત 8.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદ ચાંદલોડિયામાં રહેતા લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સહયોગ બાયપાસ ચોકડી પાસે માલપુર તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા સફેદ કલરની અલ્ટ્રોઝ કારમાં બુટલેગર રાજસ્થાનથી દારૂ ભરી ઉંડવા,માલપુરથી મોડાસા તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ નાકાબંધી કરી અલ્ટ્રોઝ કારને અટકાવવાનો ઈશારો કરતા બુટલેગર રોડ પર મૂકી દોટ લગાવતા પોલીસે કોર્ડન કરી દબોચી લઇ કારની અંદર સંતાડેલ 2.61 લાખની 250 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી કાર ચાલક બુટલેગર કિંજલ ભરત સોલંકી (રહે,હોલી હાઈટ્સ,વંદેમાતરમ રોડ, ગોતા ચાંદલોડિયા-અમદાવાદ)ને દબોચી લઇ વિદેશી દારૂ, મોબાઇલ અને કાર મળી રૂ.8.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં દારૂ ભરી આપનાર રાજસ્થાનના ઠેકા વાળા બાબુ નામના બુટલેગર વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!