ફાર્માસિસ્ટ માત્ર દવાઓ આપવાનું કામ નથી કરતા, પરંતુ દર્દીને દવાની સાચી માત્રા, સમય અને તેના સુરક્ષિત ઉપયોગ વિશે સચોટ માર્ગદર્શન આપે છે.ડોકટર અને દર્દી વચ્ચે ફાર્મસીસ્ટ એક કડી બની રહે છે અરવલ્લી જીલ્લા ફાર્મસીસ્ટ એસોસિએશન દ્વારા હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ જેવી સામાજિક સેવાઓ કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી
અરવલ્લી જીલ્લા ફાર્મસીસ્ટ એસોસિએશન દ્વારા વિશ્વ ફાર્મસીસ્ટ દિવસે વિવિધ સેવાકીય કર્યો કરવામાં આવ્યા હતા જેમાં મોડાસા શહેરની નામાંકિત સાર્વજનિક હોસ્પિટલમાં દર્દીઓ તેમજ મોડાસા લાયન્સ સોસાયટી સંચાલિત બહેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને ફ્રૂટ વિતરણ કરી દર્દીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ, માનવતા અને સમાજસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.





