33.8 C
Gujarat
Sunday, September 27, 2026
Home ક્રાઇમ Crime અરવલ્લી : મોડાસાના જોગણી માતા મંદિરમાં ધોળે દહાડે ચોરી, પોલીસે ચોરને દાનપેટી...

અરવલ્લી : મોડાસાના જોગણી માતા મંદિરમાં ધોળે દહાડે ચોરી, પોલીસે ચોરને દાનપેટી અને બાઈક સાથે દબોચ્યો 

0

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ધુણાઈમાતા ડીપી રોડ પર મારવાડી વાસ નજીક આવેલ જોગણી માતા મંદિરમાં ધોળે દહાડે ચોર ત્રાટકી દાનપેટી લઈ બાઈક પર રફુચક્કર થતા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી મંદિરમાં ચોરી કરી બાઈક પર નાસી છૂટેલા ચોરને મોડાસા ટાઉન પોલીસે ચાર રસ્તા ચોકી પરથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો મંદિરમાંથી દાનપેટીની ધોળે દહાડે ચોરી થતા લોકો ચોંકી ઉઠ્યા હતા

 

મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલા મારવાડી વાસ પાસે જોગણી માતાના મંદિર પાસે શનિવારે બપોરના સુમારે એક શખ્સ બાઈક લઈ આંટાફેટા મારતા લોકોના નજરે પડ્યો હતો તેની હરકત શંકાસ્પદ લાગતા આજુબાજુમાં રહેતા લોકો સતર્ક બન્યા હતા લોકોની ચહલ પહલ ઓછી થતા મંદિરમાં દર્શન કરવાને બહાને ચોર પ્રવેશી દાનપેટી થેલીમાં નાખી બાઈક લઈ ફરાર થતા લોકોએ બૂમાબૂમ કરતા પોલીસ દોડી આવી હતી ચોરને બાઈક સાથે ચાર રસ્તા પોલીસ ચોકી નજીકથી ઝડપી લીધો હતો

મોડાસા ચાર રસ્તા પોલીસે બાઈક પર રહેલી થેલીની તલાસી લેતા થેલીમાંથી ચોરી કરેલ દાનપેટી પૈસા સાથે મળી આવતા ચોરની આગવી ઢબે પૂછતાછ કરતા દાનપેટી જોગણીમાતાના મંદિરમાંથી ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે મંદિરમાં ચોરી કરનાર ભરતસિંહ નિકેશસિંહ સોલંકી (રહે,લચ્છાઈ)ને જેલ પાછળ ધકેલી દઈ દાનપેટી માંથી મળેલી રૂપિયા 6894 તેમજ બાઈક અને મોબાઈલ મળી રૂ.26894/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!