અરવલ્લી જીલ્લામાં આંગણવાડી કાર્યકર, તેડાગર અને મધ્યાહન ભોજનની ભરતીમાં વ્હાલા દવાલાની નીતિ જવાબદાર તંત્ર દ્વારા અપનાવવામાં આવતી હોવાની બૂમો સતત ઉઠતી રહે છે ત્યારે મેઘરજ તાલુકાના રામગઢી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની નિમણુંકમાં ગેરરીતિ આચરી યોગ્ય ઉમેદવારને અન્યાય કરી ગેરલાયક ઉમેદવારની પસંદગી કરવામાં આવતા આ અંગે અન્યાયનો ભોગ બનેલા ઉમેદવારે જીલ્લા કલેકટર મિલિન્દ બાપાનાએ રજુઆત કરતા જૂની નિમણુંક રદ કરી સાચા ઉમેદવારની નિયમોનુસાર અને કાયદાકીય જોગવાઈ મુજબ નિમણૂક આપવાનો હુકમ કર્યો હતો
મેઘરજ તાલુકાની રામગઢી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકની ભરતી પ્રક્રિયા અંગે થયેલી અપીલના સંદર્ભમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ હુકમ કર્યો છે. રામગઢી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકની ભરતી પ્રક્રિયા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષની સુનાવણી દરમિયાન બંને પક્ષકારોની રજૂઆતો ધ્યાને લેવામાં આવી હતી. સમગ્ર મામલે રામગઢી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકની ભરતી પ્રક્રિયા માટે શિક્ષણ વિભાગની ઠરાવની જોગવાઈઓ, ઉમેદવારોની લાયકાત તથા સંચાલકની નિમણૂક અંગેની સંબંધિત જોગવાઈઓની સમીક્ષા કરવામાં આવી હતી. રેકર્ડ પરની હકીકતો અને રજૂ થયેલી દલીલોને ધ્યાનમાં લઈ મામલાની તપાસ કરવામાં આવી હતી.
સમગ્ર હકીકતો તથા લાગુ પડતી સરકારી જોગવાઈઓના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ ગ્રાહ્ય રાખી અગાઉનો હુકમ રદ કરવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર યોગ્ય ઉમેદવારની મધ્યાહન ભોજન સંચાલકની નિમણુંક અંગેનો હુકમ કરી ભવિષ્યમાં યોગ્ય રીતે કામગીરી કરવા અંગે પણ અધિકારીઓની સુચના આપવામાં આવી હતી





