32.3 C
Gujarat
Monday, September 28, 2026
Home HeadLines અરવલ્લી : જ્ઞાનેશ કુમાર ગદ્દારના પોસ્ટર સાથે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, જીલ્લા કલેક્ટરને...

અરવલ્લી : જ્ઞાનેશ કુમાર ગદ્દારના પોસ્ટર સાથે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, જીલ્લા કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગ

0
Screenshot

 

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં દેશભરમાંથી કરોડો મતદારોના નામ ગેરરીતિપૂર્વક રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ગુજરાતભરમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિએ જીલ્લા સેવાસદન કચેરીમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું વોટ ચોર ગદ્દી છોડના નારાથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ કાર્યકરોએ જ્ઞાનેશ કુમારનું મહોરું પહેરી ગદ્દારના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો જીલ્લા કલેક્ટરને આવેદન આપી વોટ ચોરી ષડયંત્રની ન્યાયિક તપાસની માંગ કરી હતી

અરવલ્લી જીલ્લા કોંગ્રેસ અને મોડાસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે શામળાજી રોડ પર આવેલા જીલ્લા સેવાસદન પરિસરમાં હલ્લાબોલ અને જ્ઞાનેશ કુમારના મહોરું પહેરી ચૂંટણી પંચ અને ભાજપ સામે સુત્રોચાર કર્યો હતો જીલ્લા સેવાસદન કચેરીમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પ્રતિકાત્મક પ્રદર્શન દ્વારા કોંગ્રેસે ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે પ્રહારો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!