અરવલ્લી જીલ્લા આયોજન અધિકારી એક સપ્તાહની રજા પર ઉતર્યા પછી વધુ દસ દિવસની રજા પર ઉતરી જતા જીલ્લાના અનેક વિકાસના કામ અટકી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે વહીવટ મંજૂરીઓ અને ગ્રાન્ટ ફાળવણીનુ આયોજન અટકી જવાથી સરકારી યોજનાઓની ગતિ ધીમી પડી ગઈ છે.જોકે જીલ્લા આયોજન અધિકારીઓ ચાર્જ શનિવાર થી જીલ્લા પુરવઠા અધિકારીને સુપ્રત કરવામાં આવ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જીલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે ગત સપ્તાહે રજા પર ઉતર્યા પછી વધુ દસ દિવસની રજા મુકતા જીલ્લા સેવાસદન પરિસરમાં અનેક અટકળો વહેતી થઇ છે સામાન્ય રીતે, જીલ્લાના વિકાસ કાર્યોનું પ્લાનિંગ, બજેટની ફાળવણી અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધવાની મુખ્ય જવાબદારી આયોજન અધિકારીની હોય છે.પરંતુ આયોજન અધિકારી રજા પર હોવાથી વહીવટી મંજૂરીઓ અને ગ્રાન્ટ રિલીઝ થવામાં વિલંબ થઇ રહ્યો હોવાની ચર્ચા ચારેકોર છે જોકે ગત શનિવારે જીલ્લા આયોજન અધિકારીનો ચાર્જ જીલ્લા પુરવઠા અધિકારી હેમાંગી ગુર્જરને સોંપવામાં આવ્યો છે





