અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે મોડાસા-ગોધરામાં રાજ્યધોરી માર્ગ પર સાકરિયા ગામ નજીક આવેલ ગોરીટિંબા પાસે એક કાર રોડની બાજુમાં રહેલા ખાડામાં ઉતારી પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કારના આગળના ભાગનો કડૂચલો વળી જતા કાર ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





