વર્તમાન ચેરમેનની આગેવાનીવાળી પેનલ સામે ‘પરિવર્તન પેનલ’નો પરાજય
APMC પરિસરમાં ગુલાલની રંગત અને ફટાકડાની આતશબાજી સાથે વિજયોત્સવ મનાવ્યો
ભિલોડા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીના જાહેર થયેલા રોમાંચક પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી સમર્પિત ‘ખેડૂત હિતરક્ષક પેનલ’ એ જંગી બહુમતી સાથે શાનદાર વિજય મેળવીને ભિલોડા APMC પર ભાજપનો ભગવો લહેરાવ્યો છે.ખેડૂત વિભાગની તમામ મહત્વપૂર્ણ બેઠકો પર પેનલના ૧૦ ઉમેદવારોની જીત દરમિયાન સમગ્ર અરવલ્લી પંથકમાં ખેડૂતો, ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં અત્ર-તત્ર-સર્વત્ર આનંદનો માહોલ છવાઈ ગયો છે.
ચૂંટણી જંગમાં વર્તમાન ચેરમેનની આગેવાની હેઠળ ‘ખેડૂત હિતરક્ષક પેનલ’ સામે હરીફ ‘પરિવર્તન પેનલ’ નો પરાજય થયો છે.વિકાસની રાજનીતિ પર મહોર મારી છે.વિજય બાદ APMC પરિસરમાં જશ્નનો માહોલ છવાયો હતો.
ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીના પરિણામો બહાર આવતાની સાથે જ ભિલોડા APMC પરિસરમાં ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.વિજયી રથ પર સવાર ખેડૂતો, સમર્થકો અને કાર્યકરોએ એકબીજાને ગુલાલ લગાવીને ખુશી વ્યક્ત કરી હતી.ભવ્યાતિભવ્ય વિજય બાદ ફટાકડાની આતશબાજી કરાઈ હતી.મિઠાઈની વહેંચણી કરીને જીતનો ઉત્સવ મનાવ્યો હતો.ખેડૂતપુત્રોએ આનંદ, ઉત્સાહમાં વિજયની સાઈન બતાવીને ખુશી પ્રગટ કરી હતી.
વિકાસ કાર્યો અને પારદર્શક વહીવટ પર ખેડૂતોની મહોર, ખેડૂત હિતરક્ષક પેનલના અગ્રણીઓએ જીત બાદ જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડનો વર્તમાન વહીવટ, ખેડૂત-લક્ષી ઉત્તમ સુવિધાઓ અને વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ ખેડૂત હિતરક્ષક પેનલ પર પુનઃ અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.જીત માત્ર એક ચૂંટણીનો વિજય નથી, પરંતુ ખેડૂતોના કલ્યાણ માટેની નીતિઓની જીત માનવામાં આવે છે.વિજયને પગલે સમગ્ર પંથકમાં ખેડૂતો, ભાજપ સમર્થકોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાજપ સમર્પિત ખેડૂત હિતરક્ષક પેનલના વિજેતા ઉમેદવારો
દિલીપભાઈ કલજીભાઈ કટારા
મયંકકુમાર મનુભાઈ ચૌધરી
કુલદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા
હિતેશભાઈ રગાભાઈ પગી
કોદરભાઈ રેવાભાઈ પટેલ
ગીરીશભાઈ હરીભાઈ પટેલ
જેશીંગભાઈ રામાભાઈ પટેલ
ભીખાભાઈ કોહ્યાંભાઈ પટેલ
મહેશભાઈ શામળભાઈ પટેલ
હિતેન્દ્રસિંહ નરપતસિંહ સિસોદીયા





