ફાયરિંગમાં ઈજાગ્રસ્ત બાડમેરના રાજુરામ બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી
અરવલ્લી જીલ્લાના માલપુર નજીક આવેલા મોરડુંગરી ગામ નજીક ગેરકાયદેસર પોશડોડાની સ્કોર્પિયો ગાડીમાં હેરાફેરી કરતી બિશ્નોઈ ગેંગને ઝડપી પાડવા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાકાબંધી કરી બ્લોકીંગ કરતા સ્કોર્પિયો ચાલકે પોલીસ જીપ અને પોલીસના ખાનગી વાહન ફોર્ચ્યુનર ગાડી સાથે સ્કોર્પિયો ભટકાવી દઈ પોલીસ સામે ફાયરિંગ કરતા LCB PI એમ.એચ.ઝાલાએ આત્મરક્ષણમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરી અંધારામાં ભાગવા જતા રાજુરામ જંગુ (બિશ્નોઈ)ને પગમાં ગોળી ધરબી દેતા ફસડાઈ પડ્યો હતો પોલીસે તેના પાસેથી અને સ્કોર્પિયોમાંથી વધુ એક પિસ્તોલ જપ્ત કરી ગાડીમાંથી 63.87 લાખનો 425.800 કિ.ગ્રા જથ્થો જપ્ત કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ અને સ્કોર્પિયો ગાડીમાં પોશડોડાનો હેરાફેરી કરતા બિશ્નોઈ ગેંગના બે સાગરીતો વચ્ચે ગત રાત્રીએ માલપુરના મોરડુંગરી ગામ નજીક રોડ પર સામસામે ફાયરિંગ થયું હતું પોલીસે દિલધડક ઓપરેશન કરી
સ્કોર્પિયો ગાડીમાંથી ૨૨ કોથળામાંથી 63.87 લાખનો 425.800 કિ.ગ્રા પોશડોડાનો જથ્થો તેમજ બે પિસ્તોલ, 11 જીવતા કારતૂસ,ફૂટી ગયેલ બુલેટ નંગ-1,ખાલી કારતૂસ-2 , મોબાઇલ નંગ-૨,ડુપ્લીકેટ નંબર પ્લેટો અને સ્ક્રોપિઓ મળી 85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફાયરિંગમાં ઇજાગ્રસ્ત આરોપી રાજુરામ ક્રિષ્નારામ જંગુ (બિશ્નોઇ) (રહે,ધોરીમાના ખેલ મેદાન નજીક સરકારી સ્કૂલ પાસે,બાડમેર-રાજસ્થાન)ને મોડાસા સાર્વજીનિક હોસ્પિટલમાં સારવાર કરાવી કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી આદરી હતી એલસીબી પોલીસે અંધારાનો લાભ લઈ ફરાર સ્કોર્પિયો ગાડીના ચાલક સુરેશ આશુરામ બિશનોઈ (રહે,બાડમેર-રાજસ્થાન) અને સ્કોર્પિયો ગાડીમાં પોશડોડાનો જથ્થો ભરી આપનાર મંદસોર (મધ્યપ્રદેશ)ના અજાણ્યા ડ્રગ માફિયા સામે માલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા





