26.5 C
Gujarat
Saturday, October 3, 2026
Home ક્રાઇમ Crime સાબરકાંઠા : પોશીના તાલુકાના બે ગ્રામ્ય વિસ્તારમાંથી 2.36 કરોડનો લીલો ગાંજો ઝડપ્યો,કપાસની...

સાબરકાંઠા : પોશીના તાલુકાના બે ગ્રામ્ય વિસ્તારમાંથી 2.36 કરોડનો લીલો ગાંજો ઝડપ્યો,કપાસની આડમાં નશાની ખેતી 

0

 

સાબરકાંઠા SP પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે નશાની ખેતી કરનાર અસામાજીક તત્વોને ઝડપી પાડવા સઘન ઝુંબેશ ચલાવી જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં થી એક સપ્તાહમાં ખેતીની આડમાં કરોડો રૂપિયાની ગાંજાની ખેતીનો પર્દાફાશ કરી નશાના કારોબારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે

 

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી પોશીના તાલુકાના આંજણી ગામમાંથી કપાસની આડમાં મોટા પ્રમાણમાં કરેલા લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો હતો આંજણી ગામના શ્રવણ હાંસા ગમારના ખેતરમાં કપાસની આડમાં ઉઘાડેલ 2 કરોડથી વધુના લીલા ગાંજાના 401 કિલોગ્રામના 666 છોડ જપ્ત કરી શ્રવણ હાંસા ગમારને દબોચી લઈ નશાની ખેતીમાં સંડોવાયેલ મણા ભોમાં ગમારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યો હતા

 

સાબરકાંઠા એસઓજી પોલીસે આંજણી ગામમાંથી કરોડો રૂપિયાનો લીલા ગાંજાની ખેતી ઝડપી પાડતા પોશીના પોલીસ દોડતી થઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી બાતમીદારોની મદદથી કાલીકાંકર રોપાડોળા ફળિયામાં રહેતા જયેશ લાલુ ગમાર,અર્જુન સંગ્રામ ગમાર અને ગોવિંદ અંગ્રેજ ગમારના ખેતરોમાં કપાસની આડમાં વાવેતર કરેલા 36.83 લાખના 322 લીલા ગાંજાના છોડ ઝડપી પાડી ત્રણે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયાની નશાની ખેતી પોલીસે ઝડપી લેતા લોકોના હોશ ઉડી ગયા છે રાજસ્થાન રાજ્યને અડીને આવેલા સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ગાંજાની ખેતી થતી હોવાની બૂમો ઉઠી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!